અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતા પહેલા હજુ પણ ખેલૈયાનો બગાડશે ખેલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ગાંધીનગર, તા. 25 સપ્ટેમ્બર, 2025: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ડાંગ આહવામાં 0.39 ઇંચ, તળાજામાં 0.39 ઇંચ, વઘઈમાં 0.24 ઇંચ, માંડવી (કચ્છ)માં 0.20 ઇંચ, પારડીમાં 0.12 ઇંચ, સોનગઢમાં 0.12 ઇંચ, લીલીયામાં 0.12 ઇંચ, જેસરમાં 0.12 ઇંચ, પડધરીમાં 0.12 ઇંચ, નવસારીમાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે.

રાજ્યભરમાં નવરાત્રીનો રંગ જામવાની શરૂઆત થઈ છે તેવા ટાણે જ હવામાન વિભાગની આગાહીથી ખેલૈયા ફરી ચિંતિત થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદ હજુ પણ ખેલૈયાનો ખેલ બગાડશે. હવામાન વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બર સુધી માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં 27, 28, 29 અને 30 સપ્ટેમ્બર પર ભારે વરસાદની ચેતવણી અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 30 સપ્ટેમ્બરએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. વરસાદની આગાહીના કારણે ખેલૈયા ચિંતિત થઈ ગયા હતા. હાલ માછીમારોને કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી પરંતુ 27 તારીખથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે એલર્ટ અપાયું છે. આ દરમિયાન પવનની ગતિ કલાકના 40 થી 50 કિમી રહી શકે છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 111.16 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 113.28, સૌરાષ્ટ્રમાં 95.70 અને દક્ષિણ ગુજરાતમાં 116.96 ટકા વરસાદ ખાબક્યો છે

Back to top button