ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
ગુજરાત: ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર

- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોટિફિકેશન જાહેર
- ધોરણ 10-12માં ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી દર્શાવતું પત્રક પણ જાહેર કર્યું
- બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
ગુજરાતમાં ફેબ્રુઆરી 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
ફોર્મ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ઓનલાઇન ભરી શકાશે
જેમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ઓનલાઇન ભરી શકાશે. આ સાથે બોર્ડે ધોરણ 10-12માં ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી દર્શાવતું પત્રક પણ જાહેર કર્યું છે.
ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર
ગુજરાત શિક્ષણ બોર્ડ અનુસાર, ફેબ્રુઆરી 2026માં યોજાનારી બોર્ડની પરીક્ષા માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેમાં આગામી 6 ડિસેમ્બર, 2025ની રાત્રે 12 વાગ્યા સુધી આવેદન કરી શકાશે.












