ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: RTO ચલણ ભરવાના નામે APK ફાઇલ આવે તો સાવધાન રહેજો

  • APK ફાઇલ મોકલીને બેંક ખાતામાંથી રૂ.1,74,507 ઉડાવ્યા
  • RTO ચલણના બહાને શિક્ષક સાથે 1.74 લાખની સાયબર ઠગાઈ
  • અજાણ્યા આરોપી વિરૂદ્ધ આઈ.ટી. એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ

અમરેલી શહેરમાં ઓનલાઈન ઠગાઈનો એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અજાણ્યા ઠગબાજે RTO ચલણ ભરવાના નામે શિક્ષકને APK ફાઇલ મોકલીને બેંક ખાતામાંથી રૂ.1.74 લાખની રકમ ઓનલાઈન સેરવી લીધી હતી. આ બનાવ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરૂદ્ધ આઈ.ટી. એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અજાણ્યા શખ્સે તેમને RTO ચલણ ભરવાના નામે ખોટી ઓળખ ઊભી કરી

ઉલ્લેખનીય છે કે અમરેલીના કેરીયારોડ ખાતે રહેતા અને વ્યવસાયે શિક્ષક એવા નયનભાઈ હિંમતભાઇ જાવિયા સાથે આ ઠગાઈ થઈ હતી કોઈ અજાણ્યા શખ્સે તેમને RTO ચલણ ભરવાના નામે ખોટી ઓળખ ઊભી કરીને એક APK ફાઇલ મોકલી હતી. નયનભાઈએ આ ફાઇલ ડાઉનલોડ કરતાની સાથે જ તેમનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો.

રૂ.1,74,507 ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધી

હેકરે તેમના બેંક સેવિંગ ખાતામાંથી કુલ રૂ.1,74,507 ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધી હતી. આ બનાવ અંગે નયનભાઈ જાવિયાએ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં ભાજપને મોટો ઝટકો, નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત 8 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા

Back to top button