ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત : બોગસ દસ્તાવેજના આધારે નકલી ગન લાઈસન્સ કૌભાંડમાં ATS દ્વારા વધુ 6 આરોપીની ધરપકડ

  • કૌભાંડમાં અત્યાર સુધીમાં એટીએસ દ્વારા કુલ 66 આરોપીઓની ધરપકડ કરાઇ
  • આરોપી પાસેથી દીમાપુર નાગાલેન્ડનું ખોટુ હથિયાર લાઇસન્સ ઝડપાયુ
  • આરોપીએ આ હથિયારનો કે કારતૂસનો ઉપયોગ કર્યો છે કે કેમ તેની તપાસ થશે

બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ કાઢી આપવાના ચકચારભર્યા રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં ગુજરાત એટીએસ દ્વારા વધુ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તમામ છ આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

અત્યાર સુધીમાં એટીએસ દ્વારા કુલ 66 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા હથિયાર લાઇસન્સ કૌભાંડમાં રિમાન્ડ પર સોંપાયેલા આરોપીઓમાં હિરેન દિલીપકુમાર પૂજારા, ધ્વનિત ઉર્ફે શિવમ મહેતા, અક્ષય ભરવાડ, ભરતભાઈ ઉર્ફે ટકો ઠુંગા, વિશ્વનાથ રઘુવંશી અને સંજયભાઈ ઉર્ફે ભઇલુ દેસાઈનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ આરોપીઓ અગાઉ પણ એક અથવા બીજા ગંભીર ગુનાઓમાં પણ પકડાયેલા છે.

આરોપીએ આ હથિયારનો કે કારતૂસનો ઉપયોગ કર્યો છે કે કેમ તેની તપાસ થશે

એટીએસના અધિકારીઓએ બુધવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા જણાવ્યું કે, આરોપી હિરેન પૂજારા અને ધ્વનિત મહેતા પાસેથી તેન્સીંગ નાગાલેન્ડનું ખોટુ હથિયાર લાઇસન્સ, એક પિસ્ટલ, 12 બંદૂક અને 96 નંગ પિસ્ટલના કારતૂસ તો, 100 નંગ બાર બોરના કારતૂસ જપ્ત કરાયા છે. આરોપીએ આ હથિયારનો કે કારતૂસનો ઉપયોગ કર્યો છે કે કેમ તે જાણવાનું છે.

આરોપી પાસેથી દીમાપુર નાગાલેન્ડનું ખોટુ હથિયાર લાઇસન્સ ઝડપાયુ

અક્ષય ભરવાડ નામના આરોપી પાસેથી દીમાપુર નાગાલેન્ડનું ખોટુ હથિયાર લાઇસન્સ અને રિવોલ્વર તેમ જ 18 નંગ કારતૂસ પકડાયા છે. જયારે આરોપી ભરત ઠુંગા પાસેથી તમેન્ગલોંગ મણિપુરનું ખોટુ હથિયાર લાઇસન્સ અને એક રિવોલ્વર, 12 બોર બંદૂક અને 51 નંગ કારતૂસ પકડાયા છે. તેણે 49 કારતૂસ ફોડી નાંખ્યા છે, તેથી તેની માહિતી કઢાવવાની છે. વિશ્વનાથ રઘુવંશી પાસેથી વોખા, નાગાલેન્ડનું ખોટુ લાઇસન્સ, એક પિસ્ટલ, 12 બોર બંદૂક અને 100 નંગ કારતૂસ જપ્ત કરાયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાની રિ-એન્ટ્રી, વેન્ટિલેટર-ઓક્સિજનની સુવિધા સાથે બેડ તૈયાર

Back to top button