ગુજરાતટ્રેન્ડિંગ

ગાંધીનગર: બોર્ડ પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગની સ્કૂલોને સુચના, CCTV અને ફાયર સેફ્ટીને પ્રાથમિકતા

રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોને CCTV અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે.

સ્કૂલોએ મેઈન એન્ટ્રી ગેટ પર લેટેસ્ટ ફાયર NOCની વિગતો પ્રદર્શિત કરવી પડશે. તેમજ તમામ CCTV કેમેરા કાર્યરત છે કે કેમ તે તપાસવું જરૂરી છે, અને CCTVના ફૂટેજ સ્પષ્ટ હોવા જોઈએ. કેમેરાએ સમગ્ર પરીક્ષા બ્લોકને કવર કરવો જોઈએ.

પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલાંથી વીડિયો રેકોર્ડિંગ શરૂ કરવું ફરજિયાત છે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ 15 મિનિટ સુધી ચાલુ રાખવું પડશે. પરીક્ષા કેન્દ્રના પ્રવેશદ્વાર અને સ્ટ્રોંગરૂમ માટે અલગ રેકોર્ડિંગ પણ જાળવવું પડશે. આ રેકોર્ડિંગને DVD પર સેવ કરીને દરરોજ બે કોપી તૈયાર કરવી પડશે. એક બોર્ડ માટે અને બીજી જિલ્લા શિક્ષણ અધિકારી માટે.

આ ઉપરાંત, દીવાલ પર બ્લોક નંબર અને ઘડિયાળ રાખવી પડશે, જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને સુવિધા મળે અને વ્યવસ્થા વધુ સુરક્ષિત બને. આ તમામ સૂચનાઓનું પાલન કરીને શિક્ષણ વિભાગ પરીક્ષાને પારદર્શી અને સુરક્ષિત બનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: સાવધાન: ગુજરાતમાં ફરી એક વાર હાડ થીજવતી ઠંડીનું જોર, હવામાન વિભાગે વરસાદ સાથે ઠંડીની આગાહી કરી

Back to top button