શેરબજારમાં હરિયાળી: સેન્સેક્સ-નિફ્ટી સતત સાતમા દિવસે વધારા સાથે થયા બંધ

નવી દિલ્હી, 23 એપ્રિલ, આજે એટલે કે 23 એપ્રિલે શેરબજારમાં સેન્સેક્સ-નિફ્ટી સતત સાતમા દિવસે વધારા સાથે બંધ થયા છે. સકારાત્મક વૈશ્વિક સંકેતોએ બજારને વેગ આપ્યો. આજે મિડકેપ-સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. આજે કારોબારના અંતે સેન્સેક્સ 520.90 પોઈન્ટ અથવા 0.65 ટકાના વધારા સાથે 80,116.49 પર બંધ થયો. નિફ્ટી 161.70 પોઈન્ટ એટલે કે 0.67 ટકાના વધારા સાથે 24,328,95 પર બંધ થયો હતો.
આઇટી અને ઓટો શેરોમાં સારી વૃદ્ધિ જોવા મળી. ફાર્મા, રિયલ્ટી અને મેટલ શેરોમાં ખરીદી જોવા મળી. નિફ્ટી બેંકમાં 6 દિવસના વધારા પછી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ક્ષેત્રીય મોરચે આઇટી ઇન્ડેક્સ 4 ટકાના વધારા સાથે અને ઓટો ઇન્ડેક્સ 2.5 ટકાના વધારા સાથે બંધ થયો. બીજી તરફ PSU બેંક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ 0.5-1 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
નિફ્ટીમાં HCL ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, વિપ્રો, M&M સૌથી વધુ તેજીવાળા શેર છે. જ્યારે HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, SBI, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટીના ટોચના ઘટાડા કરનારા શેર છે. BSE મિડકેપ ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.2 ટકાના વધારા સાથે બંધ થયો
આ પણ વાંચો..INR vs USD: ડોલર સામે રૂપિયો નબળો પડ્યો, એક દિવસમાં ઘટ્યો આટલો, હવે તેનું મૂલ્ય બસ આટલું જ!












