જંગી નફો કરતી 5 બેન્કોમાં સરકાર પોતાનો હિસ્સો વેચશે! LIC માટે પણ ઓફર ફોર સેલ લાવવાની તૈયારી

નવી દિલ્હી, 12 ઓગસ્ટ, 2025: ભારત સરકાર LIC (ભારતીય જીવન વીમા નિગમ) અને પાંચ અન્ય જાહેર ક્ષેત્રની બેન્કોમાં પોતાની હિસ્સેદારીનો એક મોટો હિસ્સો વેચવાની તૈયારીમાં છે. આ પગલું સેબીના નિયમો અનુસાર ઉઠાવવામાં આવી રહ્યુ છે, જેની હેઠળ લિસ્ટેડ કંપનીઓમા પ્રમોટર્સની 75 ટકાથી વધુ હિસ્સેદારી ન હોવી જોઇએ.
હાલમાં આ સંસ્થાઓમાં સરકારની હિસ્સેદારી 90 ટકાથી વધુ છે, જે સેબીની નિર્ધારિત મર્યાદા કરતા અનેકગણી વધુ છે. હાલમાં એલઆઇસીમાં સરકારની 96.5 ટકા હિસ્સેદારી છે. સેબીએ તેના માટે 2027ની છેલ્લી તારીખ નક્કી કરી છે.
LICએ આ નિયમનું પાલન કરવું પડશે
વર્ષ 2022માં, સરકારે IPO દ્વારા LICમાં તેનો હિસ્સો ફક્ત 3.5 ટકા વેચ્યો હતો. હાલમાં પણ LICમાં સરકારનો હિસ્સો 96.5 ટકા છે. ભારતીય જીવન વીમા નિગમનું માર્કેટ કેપ 5.66 લાખ કરોડ રૂપિયા છે.
સેબીના નિયમો અનુસાર, LICએ 10 ટકા લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગનો નિયમ પૂર્ણ કરવાનો રહેશે. આ માટે મે 2024 સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને મે 2027 સુધી લંબાવવામાં આવ્યો છે. બીજી તરફ, જો આપણે તેના શેર વિશે વાત કરીએ, તો સોમવારે, LICના શેર 1.86 ટકાના ઘટાડા સાથે 895.60 રૂપિયા પર ટ્રેડ થયો હતો.
LICની સાથે, સરકાર પાંચ જાહેર ક્ષેત્રની બેંકોમાં પણ તેનો હિસ્સો ઘટાડવાની યોજના બનાવી રહી છે જેમાં તેનો હિસ્સો 75 ટકાથી વધુ છે. આ બેંકોમાં નીચેનાનો સમાવેશ થાય છે:-
- ઇન્ડિયન ઓવરસીઝ બેંક – 61 ટકા
- યુકો બેંક – 95 ટકા
- પંજાબ અને સિંધ બેંક – 85 ટકા
- સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા – 27 ટકા
- બેંક ઓફ મહારાષ્ટ્ર – 60 ટકા
પહેલા ક્વાર્ટરમાં બેંકોએ મોટો નફો મેળવ્યો
સેબીના નિયમો અનુસાર, સરકારે આવતા વર્ષે ઓગસ્ટ સુધીમાં આ સંસ્થાઓમાં પોતાનો હિસ્સો 75 ટકા કે તેથી ઓછો કરવો પડશે. એવી અપેક્ષા છે કે ફક્ત બેંક ઓફ મહારાષ્ટ્ર જ આ સમયમર્યાદા પૂરી કરી શકશે. અન્ય બેંકો માટે આ સમયમર્યાદા લંબાવવાની જરૂર પડી શકે છે.
જૂન 2025ના ક્વાર્ટરમાં, આ બધી જાહેર ક્ષેત્રની બેંકોએ રૂ. 44,218 કરોડનો રેકોર્ડ નફો મેળવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળા કરતા 11 ટકા વધુ છે. આ મજબૂત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, સરકાર હવે હિસ્સો વેચવા માટે મર્ચન્ટ બેંકરોની નિમણૂક કરવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચોઃ જે દેશને ટ્રમ્પ કહે છે ‘ડેડ ઇકોનોમિ’, ત્યાંજ વિકસી રહી છે અમેરિકી કંપનીઓ, જો વળતો પ્રહાર થશે તો…











