ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતના શિક્ષણ ક્ષેત્રમાં AIનો પ્રવેશ, ગૂગલે શરૂ કર્યો નવો ટ્રેનિંગ પ્રોગ્રામ

Google AI Educator Series: ભારતમાં AI ની ચર્ચા વધી રહી છે અને તે હવે કંપનીઓથી આગળ વધીને સ્કુલો અને કોલેજો સુધી ફેલાઈ ગઈ છે. વિશ્વની સૌથી મોટી ટેક કંપની Google એ દેશભરના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે AI ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત લંડનમાં આયોજિત એજ્યુકેશન વર્લ્ડ ફોરમ 2026 દરમિયાન કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ હવે વાલીઓમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે કે આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શું શીખવવામાં આવશે. તો ચાલો જાણીએ આ AI ટ્રેનિંગ પ્રોગ્રામની ખાસ વાતો.

AI હવે માત્ર નોકરીઓ પર અસર કરતું સાધન નથી રહ્યું, પરંતુ તે લોકોને પોતાના કામ અને ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધવું તે પણ શીખવી રહ્યું છે. આ દિશામાં દુનિયાની સૌથી મોટી ટેક કંપની Googleએ નવી પહેલ શરૂ કરી છે. ગૂગલે દેશભરના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે નવા AI ટ્રેનિંગ પ્રોગ્રામની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે આ પહેલ ભારતની શિક્ષણ નીતિને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. આ ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ ટેકનોલોજી આધારિત શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે.

કંપની સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં AI ટૂલ્સ તથા ડિજિટલ લર્નિંગ પર ખાસ ફોકસ કરશે, જેથી આવનારા સમયમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો AI આધારિત ભવિષ્ય માટે વધુ સારી રીતે તૈયાર થઈ શકે.

શરૂ થશે નવી AI એજ્યુકેટર સિરીઝ

આ પહેલ હેઠળ ગુગલે ‘Google AI Educator Series’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક મોબાઇલ-ફર્સ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ હશે, જેને ખાસ કરીને ભારતીય શિક્ષકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલની શરૂઆત મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને આસામ સરકારો સાથે સાથે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડના સહયોગથી કરવામાં આવશે.

આ ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોને એ સમજાવવાનો છે કે AI ટૂલ્સનો ઉપયોગ ક્લાસરૂમમાં કેવી રીતે કરી શકાય અને તેના દ્વારા અભ્યાસને વધુ સરળ, અસરકારક અને ઇન્ટરેક્ટિવ કેવી રીતે બનાવી શકાય. ટ્રેનિંગ અંગે માહિતી આપતા ગુગલે જણાવ્યું કે આ પ્રોગ્રામ સંપૂર્ણ રીતે મોબાઇલ-ફ્રેન્ડલી હશે, જેથી શિક્ષકો ક્યાંયથી પણ સરળતાથી શીખી શકે. શરૂઆતમાં આ ટ્રેનિંગ હિન્દી, આસામી, મરાઠી, તેલુગુ, ઓડિયા અને પંજાબી સહિત 6 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ત્રણ તબક્કામાં આપવામાં આવશે ટ્રેનિંગ

Googleની ગૂગલ એઆઈ એજ્યુકેટર સિરીઝને અલગ-અલગ મોડ્યુલમાં તૈયાર કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં શિક્ષકોને AIની મૂળભૂત સમજ આપવામાં આવશે, જેથી તેઓ ટેક્નોલોજીની બેઝિક માહિતી સરળતાથી સમજી શકે.

બીજા તબક્કામાં Gemini AI જેવા ટૂલ્સનો ઉપયોગ અભ્યાસને વધુ અસરકારક બનાવવા અને વિદ્યાર્થીઓની ક્લાસરૂમ એન્ગેજમેન્ટ વધારવા માટે કેવી રીતે કરી શકાય તે શીખવવામાં આવશે.

ત્રીજા અને અંતિમ તબક્કામાં AIની મદદથી અસાઇનમેન્ટ ચેક કરવું, વિદ્યાર્થીઓને ફીડબેક આપવું અને વિવિધ પ્રકારની રિપોર્ટ તૈયાર કરવી જેવી કામગીરી અંગે તાલીમ આપવામાં આવશે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવ 10 દિવસમાં ત્રીજી વાર વધતા કોંગ્રેસનો પ્રહાર, કહ્યું- મોદી સરકાર લોકોને લૂંટી રહી છે…

Back to top button