ગુજરાતટોપ ન્યૂઝ

ગણેશ ગોંડલ-રાજુ સોલંકીએ વેર ભૂલી સમાધાન કેમ કર્યું?

થોડા સમય પહેલા ગોંડલના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. જેમાં રાજૂ સોલંકીએ જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ ગોંડલને જાહેરમાં ચેલેન્જ આપી હતી. જેમાં કહ્યું કે હું જાહેરમાં જ રહીશ અને ફરીશ તમારા લોકોથી જે થાય એ કરી લેજો. ત્યારબાદ ગણેશ ગોંડલ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી તેને જેલ હવાલે કર્યો હતો. ત્યાર બાદ રાજુ સોલંકીએ હવે અચાનક ગણેશ ગોંડલ સાથે સમાધાન કરી લેતાં ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

જો કે, તમામ દલિત સમાજ એ ઈચ્છતો હતો કે અમારું અને રાજુભાઇનું સુખદ સમાધાન થાય. જેથી આખા સમાજની લાગણીને ધ્યાનમાં રાખી આ રસ્તો અપનાવવામાં આવ્યો હતો. ગોંડલમાં વસતા દલિત સમાજના લોકો 30 વર્ષથી મારા પરિવાર સાથે જોડાયેલા છે. ગોંડલ દલિત સમાજના આગેવાનોએ તેમને જણાવ્યું કે આ વેરનાં બીજ આગળ ન લઇ જાઓ અને સુખદ અંત લઇ આવો. રાજુભાઇ સોલંકી પણ માની ગયા અને સમાજના આગેવાનોના કહેવાથી અમે પણ સમાધાનનો રસ્તો અપનાવ્યો છે.’ આ સમાધાનમાં દલિત સમાજના મુખ્ય આગેવાનો હાજર હતા, જે રાજુભાઇની તરફેણમાં હતા.

અનિરુદ્ધસિંહ રીબડાના લોકો દ્વારા રાજુ સોલંકીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. રાજુભાઇએ જ કહ્યું હતું કે, મને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો, મને પૈસા આપીને ગીતાબાનું રાજીનામું માગવા કહેવાયું હતું. રાજુભાઇએ કહ્યું હતું કે તેણે આ બધું અનિરુદ્ધસિંહના કહેવાથી કર્યું હતું.’

મારાં પત્નીને શરતી જામીન મળ્યા હતા, પરંતુ તેના વિરુદ્ધ દેવદાનભાઇ મૂછડિયા અને રાજકોટ જિલ્લાના આગેવાન યોગેશભાઇ ભાશાએ એસપીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવા ગયા હતા કે રાજુ સોલંકીનાં પત્નીને જૂનાગઢ જિલ્લામાં રહેવાની મનાઇ હોવા છતાં તે જૂનાગઢ જિલ્લામાં રહે છે એટલે તેના શરતી જામીન રદ કરો. આમાં ક્ષત્રિય સમાજના કોઇપણ આગેવાન આવેદનપત્ર આપવા માટે ગયા નહોતા. માત્ર દલિત સમાજના આગેવાને અમારા વિરુદ્ધમાં આવેદન આપ્યા અને અમને હેરાન-પરેશાન કર્યા, એટલે મેં નિર્ણય લીધો કે હવે મારે સમાધાન કરી લેવું જોઇએ.’

‘એકપણ રૂપિયાના લોભ લાલચ વગર મેં સમાધાન કર્યું છે. અમારા સમાજના મેંદરડા તાલુકાના એક આગેવાન છે, તેને અલ્પેશ ઢોલરિયાએ વાત કરી હતી કે રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે સમાધાન થતું હોય તો જે કંઇ પૈસા જોઇતા હોય એ આપીએ. એ સમયે મને 2-3 કરોડ રૂપિયાની ઓફર હતી, પણ મેં પૈસા નથી લીધા.’

જૂનાગઢમાં મારા દીકરા અને ગણેશ ગોંડલ વચ્ચે અકસ્માત અને ઝઘડો થયા પછી ફરિયાદ થઇ અને ગણેશ ગોંડલની ધરપકડ થઇ. એના પછીનો આખો વિષય ડાઇવર્ટ થયો. મારે ગોંડલ આવવાનું થયું, મેં ગીતાબાનું રાજીનામું માગ્યું એ બધું રીબડાવાળાની સૂચનાથી જ થયું હતું. રીબડાવાળાની સૂચનાથી જ ગાંધીનગર આવવાનું થયું હતું. આ આખા પ્રકરણ પાછળ અનિરુદ્ધસિંહનો હાથ હતો.’

Back to top button