Gold Silver Price: સોનું-ચાંદી સસ્તું, બજાર ખુલતા જ ભાવમાં ઘટાડો — જાણો આજનો રેટ

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026: આજના દિવસની શરૂઆત સાથે જ સોનું અને ચાંદીના ભાવમાં ફરીથી ઘટાડો નોંધાયો છે. છેલ્લા થોડા દિવસોમાં ભારે ઉછાળો અને પછીની તીવ્ર અસ્થિરતા પછી હવે બજારમાં મર્યાદિત મફતાવસૂલી (Profit Booking) અને ટેકનિકલ ફેરફારોને કારણે ભાવોમાં નરમાઈ જોવા મળી રહી છે.
MCX (મલ્ટી કમોડિટી એક્સચેન્જ) પર આજે 24 કેરેટ સોનાનો ભાવ બજાર ખુલતાં જ લગભગ ₹2777 જેટલો ઘટ્યો અને અંદાજે ₹1,50,268 પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયો. બીજી તરફ ચાંદીમાં પણ મોટી ઘટાડાની અસર જોવા મળી, જેમાં લગભગ ₹16,131 સુધીનો ઘટાડો નોંધાયો અને ભાવ સવારે આશરે ₹2,52,719 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો.
શા માટે ઘટ્યા સોનું-ચાંદીના ભાવ?
1. રેકોર્ડ તેજી પછી નફાવસૂલી:
ગયા કેટલાક દિવસોમાં ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો. મોટા રોકાણકારોએ નફો બુક કરવા વેચાણ શરૂ કર્યું, જેના કારણે બજારમાં નરમાઈ આવી.
2. ડોલર ઈન્ડેક્સમાં સ્થિરતા:
ડોલર નબળો પડ્યા બાદ હવે સ્થિર જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ ડોલર સાથે જોડાયેલા હોવાથી નવા ઉછાળાને હાલ ખાસ સપોર્ટ નથી મળ્યો.
3. નવા કોન્ટ્રાક્ટમાં શિફ્ટ (Rollover):
MCX પર ફેબ્રુઆરીના ગોલ્ડ કોન્ટ્રાક્ટ્સ એક્સપાયર થવાને કારણે ટ્રેડર્સ હવે એપ્રિલ કોન્ટ્રાક્ટ્સ તરફ શિફ્ટ થઈ રહ્યા છે. આ પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે બજારમાં ઉતાર-ચઢાવ રહે છે.
આગળ શું?
વિશેષજ્ઞોના મતે હાલનો ઘટાડો ટેકનિકલ અને ટૂંકા ગાળાનો હોઈ શકે છે. લાંબા ગાળામાં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, ડોલરનો ટ્રેન્ડ અને રોકાણકારોની માંગ સોનું-ચાંદીના ભાવને અસર કરશે.
આ પણ વાંચો : એક્શન ન લીધી તો….ગાજિયાબાદમાં 3 બહેનોના મોત પર એક્ટર સોનુ સૂદે જનતાને ખાસ અપીલ કરી












