ટ્રેન્ડિંગધર્મ

આત્મા શરીર કેવી રીતે છોડે છે? નાક, કાન અને આંખ ઉપરાંત ક્યાંથી નીકળે છે પ્રાણ, જાણો

ધર્મ ડેસ્ક, તા. 3 એપ્રિલ, 2024: ગરુડ પુરાણ હિંદુ ધર્મનો એક એવો ગ્રંથ છે, જેમાં મૃત્યુ અને મૃત્યુ પછીની ઘટનાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આમાં ભગવાન વિષ્ણુ પક્ષીરાજ ગરુડને મૃત્યુ વિશે જે કંઈ કહે છે તેનું વર્ણન જોવા મળે છે. ગરુડ પુરાણ એક એવો ગ્રંથ છે, જેમાં જન્મ, મૃત્યુ, પુનર્જન્મ, કર્મ, આત્મા, પાપ-પુણ્ય, નીતિ-નિયમો, ધર્મ અને જ્ઞાન સાથે જોડાયેલી બાબતો કહેવામાં આવી છે.

ગરુડ પુરાણ અનુસાર, શરીરમાં નવ દરવાજા છે અને મૃત્યુ સમયે પ્રાણ (આત્મા) શરીરના આ નવ દરવાજાઓમાંથી એકમાંથી બહાર નીકળે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના કર્મો અનુસાર, તેનો પ્રાણ શરીરના વિવિધ ભાગોમાંથી નીકળી જાય છે.

શરીરના કયા અંગમાંથી પ્રાણ નીકળશે તે કેવી રીતે નક્કી થાય છે?

વ્યક્તિનો પ્રાણ શરીરના કયા દરવાજામાંથી બહાર નીકળે છે તે તેના સ્વભાવ અને કાર્યોના આધારે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે ઘણીવાર તેનું મોં કે આંખો ખુલ્લી રહે છે, કારણ કે તેનો આત્મા તેના મોં કે આંખો દ્વારા બહાર નીકળે છે.

ક્યા અંગોમાંથી નીકળે છે પ્રાણ?

આત્મા શરીરના 9 દરવાજાઓમાંથી શરીર છોડી દે છે. આ 9 દરવાજા છે – બંને આંખો, બંને કાન, મોં, બંને નાક અને શરીરના બંને મળમૂત્ર અંગો. મૃત્યુ સમયે આમાંથી કોઈપણ એકમાંથી વ્યક્તિના પ્રાણ બહાર નીકળે છે.

નાકમાંથી ક્યારે પ્રાણ છૂટે છેઃ ગુરુડ પુરાણ અનુસાર, જે વ્યક્તિએ પોતાનું આખું જીવન ભગવાનની ઉપાસનામાં સમર્પિત કર્યું છે તેની આત્મા નાક દ્વારા શરીર છોડી દે છે. તે ભાગ્યશાળી માનવામાં આવે છે.

પાપી વ્યક્તિના પ્રાણ આ રીતે નીકળે છેઃ સ્વાર્થી, લોભી અને કામી વ્યક્તિનો આત્મા મળમૂત્ર દ્વારા શરીર છોડી દે છે, આ અત્યંત અશુભ માનવામાં આવે છે. પુરાણો અનુસાર, જ્યારે આવા લોકો મૃત્યુ સમયે યમના દૂતોને જુએ છે, ત્યારે તેઓ ગભરાઈ જાય છે. આ પછી, પ્રાણ મળ અથવા પેશાબ માર્ગે બહાર નીકળે છે. આવા લોકો મૃત્યુ સમયે મળ-મૂત્રનો પણ ત્યાગ કરતા હોય છે. યમ દૂતો તેમને ગળામાં ફાંસો બાંધીને લઈ જાય છે.

આંખથી પ્રાણ નીકળવાઃ ગરુડ પુરાણ અનુસાર, જે લોકો સાંસારિક ઇચ્છાઓથી પીડિત હોય છે અને જીવવાની તીવ્ર ઇચ્છા ધરાવતા હોય છે, તેમના પ્રાણ આંખોમાંથી જાય છે. યમરાજના દૂતો બળજબરીથી તેનો જીવ લઈ લે છે.

મુખમાંથી પ્રાણ નીકળવાઃ જે વ્યક્તિ સદા ધર્મના માર્ગે ચાલતા હોય તેમના પ્રાણ મુખમાંથી નીકળે છે. આવા લોકોને સ્વર્ગમાં સ્થાન મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી અને માન્યતા પર આધારિત છે. કોઈપણ માહિતીનો અમલ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લો. HD ન્યૂઝ કોઈ વાતની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચોઃ ગરુડ પુરાણઃ મૃત્યુના એક કલાક પહેલાં વ્યક્તિને દેખાવા લાગે છે આ ચીજો

Back to top button