ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર મનપાની ચૂંટણીની તારીખ જાહેર : 11 ઓક્ટોબરના યોજાશે મતદાન

Gandhinagar : ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે બુધવારે (16 સપ્ટેમ્બર) સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે આજે બુધવારે સાંજે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેની સાથે જ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા અમલી બની ગઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ચૂંટણી કાર્યક્રમની મુખ્ય વિગતો

આ જાહેરાત મુજબ તા. 21-9-2026ના રોજ જાહેરનામું / ચૂંટણીનો નોટીસ પ્રસિદ્ધ કરાશે, તા. 26-9-2026ના રોજ ઉમેદવારી પત્રો ભરવામાં આવશે, તા.28-9-2026ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે, તા. 29-9-2026 રોજ ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ નક્કી કરાઈ છે. તથા તા. 11-10-2026ના રોજ સવારે 7થી સાંજના 6 કલાક સુધી મતદાન કરવામાં આવશે. પુન : મતદાનની તારીખ 12-10-2026ના રોજ નક્કી કરાઈ છે. તેમજ મતગણતરી અને પરિણામ તા. 13-9-2026ના રોજ રજૂ કરવામાં આવશે.

ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ગાંધીનગરનું રાજકારણ ગરમાયું

ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને સંભવિત ઉમેદવારો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવાયું છે. આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને પ્રચારના ધમધમાટ સુધીની પ્રક્રિયા ઝડપથી આગળ વધશે.

આ પણ વાંચો : સુરતમાં સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 10 ફાયરફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે

Back to top button