ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ગ્રીક ટાપુ પર જહાજ ડૂબતાં ચાર ભારતીયો સહિત 13 ક્રૂ મેમ્બર ગુમ

Text To Speech
  • આ ઘટના 26 નવેમ્બરે ગ્રીક ટાપુ લેસ્બોસ પર બની
  • એકને બચાવી લેવાયો, બાકીના સભ્યોની શોધખોળ ચાલુ
  • જહાજ ઈજિપ્તથી ઇસ્તાંબુલ જઈ રહ્યું હતું

એથેન્સ (ગ્રીસ), 27 નવેમ્બર: ગ્રીક ટાપુ પર કાર્ગો જહાજ ડૂબી જતા ચાર ભારતીયો સહિત 13 ક્રૂ-મેમ્બર ગુમ થયા છે. આ ઘટના 26 નવેમ્બરે વહેલી સવારે ગ્રીક ટાપુ લેસ્બોસ પર બની હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, આ જહાજ 6,000 ટન મીઠું લઈને ઈજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાથી ઇસ્તાંબુલ જઈ રહ્યું હતું. જેમાં આઠ ઈજિપ્તના લોકો, ચાર ભારતીયો અને બે સીરિયન સહિત 14 લોકોનો ક્રૂ હતો. જેમાંથી એકનું મૃત્યુ થયું છે, જ્યારે એકને બચાવી લેવામાં આવ્યો છે. બાકીના સભ્યોની શોધખોળ ચાલુ છે.

ગ્રીક ટાપુ પર કાર્ગો જહાજ ડૂબ્યું

કાર્ગો અધિકારીએ કહ્યું કે, રવિવારે સવારે 7 વાગ્યાની આસપાસ વહાણમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. માંડ દોઢ કલાક પછી, કેપ્ટને ડિસ્ટ્રેસ કોલ મોકલીને જહાજ ડૂબી રહ્યું છે તેની માહિતી આપી હતી. જો કે, લેસ્બોસથી લગભગ 8 કિમી દૂર પછી તરત જ ડૂબી ગયું હતું. નેશનલ વેધર સર્વિસનું કહેવું છે કે, આ વિસ્તારમાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાઈ છે. એથેન્સ ન્યૂઝ એજન્સી મુજબ, દરિયાઈ તોફાનના કારણે જહાજમાં પાણી ભરાઈ ગયું હતું જેના કારણે જહાજ દરિયામાં ગરકાવ થયું હતું. કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે એક મૃતદેહને ટાપુ પર લવાયો છે, પરંતુ હજુ સુધી તેની કોઈ ઓળખ થઈ નથી.

ક્રૂ મેમ્બરે શોધખોળ ચાલુ

યુદ્ધના ધોરણે લાપતા થયેલા ક્રૂ મેમ્બરે શોધવાની કામગીરી ચાલુ છે. આઠ જહાજ, બે હેલિકોપ્ટર અને ગ્રીક નેવી ફ્રિગેટ ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે. આ દરમિયાન નૌકાદળના હેલિકોપ્ટરે વાવાઝોડાના પવન સામે લડતા ક્રૂના એક સભ્યને બચાવવામાં સફળ રહ્યું હતું. જ્યારે એકનો મૃતદેહ ટાપુ પર લવાયો છે, પરંતુ હજુ સુધી તેની કોઈ ઓળખ થઈ નથી. બીજી તરફ, લાપતા થયેલા ચાર ભારતીયો કોણ છે, તેઓ ભારતમાં ક્યાંના છે તે અંગે કોઈ જાણકારી મળી નથી.

આ પણ વાંચો: ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા હવે મેન્યુઅલ ખોદકામ કરાશે

Back to top button