ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજ પરથી બ્રહ્મોસ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

Text To Speech

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળે બંગાળની ખાડીમાં બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય નૌકાદળે આ અંગે જાણકારી આપી છે કે મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું છે અને છોડવામાં આવેલી મિસાઈલે તમામ પરીક્ષણો પૂર્ણ કરી લીધા છે. ભારતીય નૌકાદળે આર.-ક્લાસ ડિસ્ટ્રોયરથી બ્રહ્મોસ મિસાઈલને સફળતાપૂર્વક છોડ્યું છે. ઑપરેશનલ તૈયારીઓને કારણે ભારતીય નૌકાદળ આજે ફાયરિંગ દરમિયાન બ્રહ્મોસના તમામ માપદંડો સુધી પહોંચી મોટી સફળતા મેળવી છે. આમ, દેશની સરહદોની સુરક્ષા માટે ત્રણેય સેના સતત પોતાની તાકાત વધારી રહી છે.

અગાઉ ઑક્ટોમ્બરમાં કરાયું હતું પરીક્ષણ

ભારતીય વાયુસેનાએ ઑક્ટોબરમાં સુખોઈ-30MKI ફાઈટર એરક્રાફ્ટથી બ્રહ્મોસ એર લોન્ચ વર્ઝન મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારતીય વાયુસેનાનું સુખોઈ-30MKI ફાઈટર જેટ બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ લોન્ચ કરવાની ક્ષમતાથી સજ્જ છે. જે લાંબા અંતરે દુશ્મનના નિશાન પર હુમલો કરવામાં સક્ષમ છે.

મહત્ત્વનું છે કે, બ્રહ્મોસ મિસાઈલનું નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. હકીકતમાં બ્રહ્મોસ મિસાઈલ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે. આ મિસાઈલની રેન્જ 290 કિમી છે. જે મૈક 2.8 (ધ્વનિની ઝડપ કરતાં લગભગ ત્રણ ગણી)ની ઝડપ સાથે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ ગણાય છે. તેને જમીન, આકાશ, સમુદ્ર અને સમુદ્રની અંદરથી પણ ફાયર કરી શકાય છે.

આ પણ વાંચો: ભારતીય નેવીએ સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલનું કર્યુ સફળતાપૂર્વક પરીક્ષણ

Back to top button