ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પહલગામમાં હુમલો કરનારા હેવાનની પ્રથમ તસવીર સામે આવી, હાથમાં બંદૂક લઈ નિર્દોષ લોકોના જીવ લીધા

પહલગામ, 23 એપ્રિલ 2025: જમ્મુ કાશ્મીરના શાંત પર્યટન સ્થળ તરીકે ઓળખાતા બૈસરન વિસ્તારમાં મંગળવારે એક ભયાનક આતંકી હુમલો થયો, જેમાં 26 લોકોના જીવ ગયા. આ હુમલો ત્યારે થયો જ્યારે પર્યટકો પ્રકૃતિના ખોળામાં આનંદની પળો વિતાવી રહ્યા હતા. આતંકીઓએ આ હુમલાને લઈને પૂરી તૈયારી સાથે આવ્યા હતા. પર્યટકોને નામ પૂછીને તેમના પર ગોળીબાર કર્યો હતો .

ઘાયલોની સારવાર ચાલી રહી છે

આ હુમલામાં કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રશાસને સ્થાનિક હેલ્થ ઈંફ્રાસ્ટ્રક્ચરને એલર્ટ પર રહેવા આદેશ આપી દીધા છે. સેનાએ હેલીકોપ્ટરની મદદથી ઘાયલોને શિફ્ટ કરી રહ્યા છે.


ઘટનાસ્થળની પ્રથમ તસવીર સામે આવી

ઘટનાસ્થળથી એક હુમલાખોરની તસવીર સામે આવી છે. જેમાં હાથમાં બંદૂક સાથે દેખાઈ રહ્યો છે. જો કે, તેનો ચહેરો તસવીરમાં સ્પષ્ટ થતો નથી. સુરક્ષા એજન્સીઓ આ તસવીર દ્વારા હુમલાખોરની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.

સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલું

હુમલા બાદ આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે. સ્થાનિક લોકોને અપીલ કરી છે કે, કોઈ સંદિગ્ધ ગતિવિધિની સૂચના તરત અધિકારીઓને આપવામાં આવે

દેશભરમાં આક્રોશ

આ હુમલાને લઈને દેશભરના લોકોમાં આક્રોશ અને દુ:ખ છે. સોશિયલ મીડિયાથી લઈને સંસદ સુધી, દરેક જગ્યાએ તેની નિંદા થઈ રહી છએ. કેટલાય નેતાઓએ આ હુમલાને કાયરતાપૂર્ણ હરકત ગણાવી છે. તથા આતંકીઓને કડકમાં કડક સજા આપવાની માગ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: પહલગામમાં આતંકીઓની કાયરતાપૂર્ણ હરકતને વિશ્વભરના દેશોએ વખોડી, ટ્રમ્પ-પુતિને પણ નિંદા કરી

Back to top button