ટ્રેન્ડિંગમનોરંજન

સલમાન, રિતિક અને ટાઈગરને ગુટખા કંપનીનો પ્રચાર કરવા બદલ લીગલ નોટિસ

Text To Speech
  • બોલિવુડ અભિનેતાઓ સહિત ત્રણ પુર્વ ક્રિકેટર્સ પણ ફસાયા
  • ગુટખા કંપનીનો પ્રચાર કરીને ફસાઈ સેલિબ્રિટીઝ
  • અગાઉ પણ શાહરૂખ, અજય અને અક્ષયકુમારને મળી ચુકી છે નોટિસ

ગુટખા કંપનીનો પ્રચાર કરવા બદલ રિતિક રોશન, ટાઈગર શ્રોફ અને સલમાન ખાનને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. પૂર્વ ક્રિકેટર કપિલ દેવ, સુનીલ ગવાસ્કર અને વીરેન્દ્ર સેહવાગને પણ કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. આ સ્ટાર્સ અને ક્રિકેટર્સ ગુટખા કંપનીઓને પ્રમોટ કરે છે અને તેના સંદર્ભમાં લખનઉ હાઈકોર્ટના વકીલ મોતીલાલ યાદવે આ તમામ 6 લોકોને લીગલ નોટિસ મોકલી છે.

શાહરુખ, અજય અને અક્ષયને મળી ચુકી છે નોટિસ

થોડા દિવસો પહેલા મોતીલાલ યાદવની જ અરજી પર શાહરુખ ખાન , અજય દેવગન અને અક્ષય કુમારને કેન્દ્ર સરકારે લખનૌ હાઈકોર્ટના આદેશ પર નોટિસ ફટકારી હતી.

ગુટખા કંપનીનો પ્રચાર કરવા પર સલમાન રિતિક અને ટાઈગરને લીગલ નોટિસ hum dekhenge news

સ્ટાર્સ વિરૂદ્ધ દાખલ થશે અરજી

મોતીલાલ યાદવ દ્વારા આ 6 લોકોને મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે કે 15 દિવસની અંદર તેઓ ગુટખા કંપનીઓ સાથેનો જાહેરાત કરાર પુરો કરે. જો તે આમ નહીં કરે, તો કોર્ટમાં ચાલી રહેલા કેસમાં આ લોકોના નામ પણ જોડવામાં આવશે અથવા આ બધા સામે નવી પીઆઈએલ દાખલ કરવામાં આવશે.

આ પહેલા ગુટખા કંપનીઓની જાહેરાતની બાબતમાં અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચ દ્વારા શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને નોટિસ ફટકારવામાં આવી હતી.

9 મેના રોજ સુનાવણી હાથ ધરાશે

કેન્દ્ર સરકારના વકીલે લખનઉ બેંચને એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટ પણ આ કેસની સુનવણી કરી રહી છે. આ કારણોસર આ અરજી ફગાવી દેવી જોઈએ. જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ બેન્ચે આ કન્ટેમ્પ્ટ પિટિશનને પાસ કરી છે. આગામી સુનાવણી 9 મે, 2024ના રોજ રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ લગ્નતિથિએ ફરી લગ્ન! અભિનેતા રોનિત રોય ફરીથી ફર્યા ફેરાઃ જુઓ વીડિયો

Back to top button