કિયારા અડવાણીની તસવીરો જોઈને ચાહકોનું દિલ પીગળ્યું, ચાહકોએ કહ્યું ‘બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી..’

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ ફરી એકવાર તેના અદભૂત લુકથી તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. અભિનેત્રીએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.અભિનેત્રી કિયારા અડવાણીનું નામ હવે મોટી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. કિયારા તેના અભિનયથી સતત તેના ચાહકોને જીતી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રી એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી હતી. આ ઈવેન્ટમાં કિયારા ખૂબ જ સુંદર પોશાક પહેરીને પહોંચી હતી. અભિનેત્રીનો લુક જોવા જેવો હતો. ઇવેન્ટ પછી, કિયારા અડવાણીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના સુંદર દેખાવની કેટલીક તસવીરો શેર કરી છે.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હિના ખાન, યુઝરે કહ્યું- “આટલો દેખાડો ન કરો…

આ પણ વાંચો : જ્હાન્વીનો ડીપનેક સિલ્વર અવતાર વાયરલ
View this post on Instagram
તસ્વીરોમાં જોઈ શકાય છે કે કિયારા ઓફ શોલ્ડર લોંગ ટ્યુબ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીના આઉટફિટમાં ઘણા રંગો જોવા મળે છે. તસવીરોમાં કિયારાનું કર્વી ફિગર પણ સ્પષ્ટ જોઈ શકાય છે. અભિનેત્રી તેના સુંદર પોશાકને ફ્લોન્ટ કરતી વખતે વિવિધ પોઝ આપતી જોવા મળે છે. કિયારાની સ્ટાઈલ જોઈને ફેન્સના દિલ ધડકવા લાગ્યા છે. દરેક તેના લુકના જોરદાર વખાણ કરી રહ્યા છે.અભિનેત્રીના ચાહકો પણ વખાણ કરતા થાકતા નથી એક ચાહકે કહ્યું કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદરએક્ટ્રેસ કીયારા છે, આ સાથે અનેક લોકોને અભિનેત્રીનો આ અંદાજ ખુબ જ પસંદ આવ્યો છે.
આ પણ વાંચો : KRKએ ફિલ્મ ‘ગદર 2’ને કોમેડી ફિલ્મ કહી, એક યુઝરે કહ્યું …











