ટ્રેન્ડિંગનેશનલ

ન્યાયાધીશે રાહુલ ગાંધી સાથે લીધી સેલ્ફી? જાણો શું છે હકીકત

નવી દિલ્હીઃ 15 જુલાઈ, 2025: Fact Check on Rahul Gandhi Selfie with Judgee: કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી મંગળવારે (15 જુલાઈ) લખનૌની સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટમાં માનહાનિના કેસમાં હાજર થયા હતા. આ દરમિયાન કોર્ટે રાહુલને કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો પરંતુ જામીન અરજી સ્વીકાર્યા બાદ તેમને છોડી મૂક્યા હતા. રાહુલ ગાંધીની કોર્ટમાં હાજરીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ન્યાયાધીશ પોતે રાહુલ ગાંધીના ચાહક બની ગયા હતા અને સેલ્ફી લીધી હતી. જોકે, હકીકત જ્યારે સામે આવી તો તેનું સત્ય કંઈક જૂદું જ હતું.

માનહાનિના મામલે રાહુલ ગાંધી થયા હતા હાજર

રાહુલ ગાંધી તેમની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન ભારતીય સૈનિકો વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના સંબંધિત કેસમાં સુનાવણી માટે લખનૌ કોર્ટ પહોંચ્યા હતા. એમપી-એમએલએ કોર્ટે તેમને આ માનહાનિ કેસમાં આરોપી તરીકે સમન્સ પાઠવ્યું હતું. જ્યારે રાહુલ ગાંધી કોર્ટ રૂમમાં હાજર થયા ત્યારે ત્યાં વકીલોની ભીડ હતી. ઘણા વકીલોએ રાહુલના ફોટા પાડવાનું શરૂ કર્યું. ઘણાએ વીડિયો પણ બનાવ્યા, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની સેલ્ફી વાઈરલ

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ગુપ્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આવી જ એક પોસ્ટ પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં રાહુલ ગાંધીનો ફોટો શેર કરવામાં આવ્યો છે અને લખ્યું કે – “આજે લખનૌ કોર્ટમાં, જજ સાહેબે પણ આપણા નેતા રાહુલ ગાંધી સાથે સેલ્ફી લીધી!”. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહી છે.

જાણો શું છે હકીકત

જ્યારે આ વાઈરલ પોસ્ટની હકીકત સામે આવી તો સત્ય બીજું જ કંઈક નીકળ્યું. જેમાં તસવીરમાં કાળો કોટ અને સફેદ ગળામાં પટ્ટી પહેરેલો અને ન્યાયાધીશ તરીકે વર્ણવવામાં આવેલો વ્યક્તિ ન્યાયાધીશ નથી. પરંતુ, આ વકીલોનો ડ્રેસ છે. જ્યારે સેલ્ફી લેનાર વ્યક્તિ પણ ન્યાયાધીશ નહીં વકીલ હતો. તેનું નામ સૈયદ મહેમૂદ હસન છે. તે બારાબંકી જિલ્લાનો રહેવાસી છે અને  2006થી લખનૌની જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. વકીલ સૈયદ મહેમૂદ હસન બે વાર બાર એસોસિએશનની ચૂંટણી પણ લડી ચૂક્યો છે, પરંતુ જીત્યા ન મળી.

કોર્ટે પાઠવ્યું સમન્સ

નોંધનીય છે કે, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના નિવૃત્ત ડિરેક્ટર ઉદય શંકર શ્રીવાસ્તવની ફરિયાદ પર લખનૌની એમપી-એમએલએ કોર્ટે રાહુલ ગાંધીને આરોપી તરીકે સમન્સ પાઠવ્યું હતું. શ્રીવાસ્તવે ફરિયાદમાં આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીએ 16 ડિસેમ્બર, 2022ના દિવસે ભારત જોડો યાત્રા દરમિયાન મીડિયાકર્મી અને જનતાને સંબોધિત કરતી વખતે, 9 ડિસેમ્બર, 2022ના દિવસે અરુણાચલ પ્રદેશની સરહદ પર ભારતીય સેના અને ચીની સેના વચ્ચે થયેલી અથડામણનો ઉલ્લેખ કર્યો હતો અને ભારતીય સેના વિશે એવું નિવેદન આપ્યું હતું, જેનાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી હતી.

આ પણ વાંચોઃ 21મી જુલાઈથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, સરકાર લાવી શકે છે આ 8 નવા બિલ

આ પણ વાંચોઃ હવે કયા જોક્સ પર ફસાયો સમય રૈના? સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આ હેરાન કરી દેનારૂ…’

Back to top button