ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રાજકોટના 8 વર્ષ જૂના બાળહત્યા કેસમાં મોટો ખુલાસો, DNA ટેસ્ટે ખોલી દીધું રહસ્ય

8-year-old child murder case: રાજકોટ શહેરને વર્ષો પહેલાં હચમચાવી દેનારા બાળહત્યા કેસમાં હવે મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. આશરે 8 વર્ષ પહેલાં આજી નદી વિસ્તારમાં ધડથી અલગ થયેલું એક બાળકનું માથું મળી આવતાં શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. લાંબા સમય સુધી આ કેસ પોલીસ માટે અણઉકેલ રહસ્ય બની રહ્યો હતો, પરંતુ હવે DNA ટેસ્ટના આધારે પોલીસને કેસ ઉકેલવામાં મોટી સફળતા મળી છે.

પોલીસ તપાસ મુજબ મૃતક બાળકના પરિવારજનોના DNA સેમ્પલ સાથે મળેલી માહિતી મેચ થતાં બાળકની ઓળખ સ્પષ્ટ થઈ હોવાનું સામે આવ્યું છે. આ મહત્વપૂર્ણ પુરાવા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી અજીતમૌલા આજમતમૌલા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પશ્ચિમ બંગાળની જેલમાં બંધ છે આરોપી

સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી હાલમાં પશ્ચિમ બંગાળની જેલમાં અન્ય ગુનાઓ હેઠળ સજા ભોગવી રહ્યો છે. રાજકોટ પોલીસ હવે ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપીને રાજકોટ લાવવાની તૈયારીમાં છે. આરોપીની સત્તાવાર ધરપકડ બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

21 બાળકોને કરાયા હતા મુક્ત

તપાસ દરમિયાન માનવ તસ્કરી વિરોધી યુનિટ દ્વારા હાથ ધરાયેલી ખાસ ડ્રાઇવમાં આરોપીના કબજામાંથી કુલ 21 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન જ વર્ષો જૂના કેસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી પોલીસના હાથ લાગી હતી.

તપાસમાં સામે આવ્યું કે વર્ષો પહેલાં આરોપી એક બાળકને પોતાના સાથે લઈ ગયો હતો, પરંતુ ત્યારબાદ બાળક ક્યારેય પોતાના પરિવાર પાસે પરત ફર્યો નહોતો.

બાળકની નિર્દયતાથી હત્યા કરાઈ હોવાની આશંકા

પ્રાથમિક તપાસમાં એવી શંકા વ્યક્ત થઈ રહી છે કે બાળક કામ કરવા યોગ્ય ન હોવાથી આરોપીએ તેની પર અત્યાચાર ગુજાર્યો હતો. બાદમાં બાળકની હત્યા કરીને મૃતદેહના ટુકડા કરી નાખવામાં આવ્યા હોવાનું અનુમાન છે.

વર્ષો પહેલાં આજી નદી વિસ્તારમાં મળેલું કપાયેલું માથું એ જ બાળકનું હોવાનું હવે DNA રિપોર્ટથી લગભગ સ્પષ્ટ બન્યું છે.

DNA ટેસ્ટ બન્યો સૌથી મોટો પુરાવો

આ કેસમાં DNA રિપોર્ટ સૌથી મહત્વપૂર્ણ કડી સાબિત થયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ હવે આરોપીની પૂછપરછ બાદ હત્યાનું કારણ, બાળ તસ્કરી અને અન્ય સંભવિત ગુનાઓ અંગે વધુ માહિતી બહાર લાવવાનો પ્રયાસ કરશે.

આઠ વર્ષ સુધી રહસ્ય બનેલો આ કેસ હવે અંતિમ તબક્કે પહોંચી ગયો છે. બાળ તસ્કરી અને ક્રૂર હત્યાના આ કેસમાં આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : વૈશ્વિક બજારોમાં હાહાકાર, સેન્સેક્સ 367 અને નિફ્ટી 110 અંક તૂટીને ખુલ્યા

Back to top button