દ્વારકા પોલીસની નવી પહેલ, સમાજના વિવિધ વર્ગો સાથે યોગાભ્યાસ કર્યોઃ જુઓ વીડિયો

દ્વારકા, 21 જૂન, 2025: Dwarka Police practiced yoga with different sections of society આજે 21 જૂનને શનિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશ અને દુનિયામાં ઠેરઠેર અનેક લોકો યોગાભ્યાસમાં જોડાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાખાપટનમમાં, તો ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરમાં યોગના વિશિષ્ટ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

આ દરમિયાન, “વિશ્વ યોગ દિવસ-2025” ની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા “વન અર્થ વન હેલ્થ” અંતર્ગત કરવામાં આવી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ (Dwarka Police) દ્વારા સમાજના વિવિધ વર્ગો સાથે યોગાભ્યાસ કરીને તેમની સાથે સાયુજ્ય કેળવવાની પહેલ કરવામાં આવી હતી.

દ્વારકા પોલીસ દ્વારા તેમના X હેન્ડલ ઉપર આપવામાં આવેલી માહિતી અનુસાર દ્વારકામાં મનોદિવ્યાંગ બાળકો સાથે પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ખંભાળિયા અને ભાણવડમાં પોતાના પરિવારથી દૂર એકલવાયું જીવન ગુજારતા કુલ-38 સિનિયર સિટિઝનના ઘરે જઈ તેમની સાથે પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ સરકારી એસ.ટી. ડેપોમાં તેમજ એસ.ટી. બસોમાં એસ.ટી. બસના અધિકારી-કર્મચારીઓ તેમજ મુસાફરી કરતા નાગરિકોને યોગ-પ્રાણાયામ કરાવી તેનાથી થતા ફાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી.
પોલીસ વિભાગે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા બરડા ડુંગરમાં આવેલ આભાપરા હીલ સ્ટેશન પર નેશ વિસ્તારમાં રહેતા માલધારી સમાજનાં લોકો સાથે યોગ-પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. ઓખા વિસ્તારમાં આવેલા નિર્જન “સમિયાણી ટાપુ” પર પહોંચી પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરી યોગ વિશે એક અનેરો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખાસ કરીને બેટ દ્વારકા ટાપુને જમીન સાથે જોડતા એવા “સુદર્શન સેતુ” બ્રિજ ઉપર યોગ-પ્રાણાયામ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય, મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ: અનંત અનાદિ વડનગર બન્યું યોગમય
આ પણ વાંચોઃ International Yoga Day: હિમાલયથી સમુદ્ર સુધી યોગમય થયું ભારત, યોગે સમગ્ર વિશ્વને જોડ્યું: વડાપ્રધાન મોદી
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












