અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો મામલો, કોંગ્રેસના પૂર્વ MLAનો દીકરો નશાની હાલતમાં ઝડપાયો

Ahmedabad News: અમદાવાદમાં દૂધેશ્વર સર્કલ ખાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના દીકરા યુવરાજને દારૂ પીધેલી હાલતમાં ઝડપવામાં આવ્યો હતો. યુવરાજે પોલીસ સાથે તકરાર પણ કરી હતી, જેના બાદ તેને અને તેના મિત્રને માધવપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

માહિતી મુજબ, ઘટના દરમિયાન સ્થાનિક લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને કારની તપાસ કરતા તેમાં દારૂની બોટલો મળી આવી હતી. ત્યારબાદ ટ્રાફિકના TRB જવાનને બોલાવી 112 પર જાણ કરવામાં આવી હતી. વીડિયોમાં પણ કારની અંદર દારૂની બોટલ દેખાતી હોવાના દ્રશ્યો જોવા મળે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસ દ્વારા બંનેને પોલીસ સ્ટેશન લઈ જવાયા હોવા છતાં, ત્યાં તેમની સામે કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી નહોતી અને સમાધાન કરીને છોડી મૂકવામાં આવ્યા હતા. આ મુદ્દે હવે વિવાદ ઊભો થયો છે અને પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે કે રાજકીય દબાણને કારણે કાર્યવાહી ટાળી દેવામાં આવી કે નહીં. દારૂ પીધેલા યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો ત્યારે જાણ થઈ હતી કે દારૂ પીધેલી હાલતમાં બીજું કોઈ નહીં, પરંતુ કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલનો દીકરો યુવરાજ છે. જોકે રાજકીય નેતાનો દીકરો હોવાથી પોલીસે આ મામલે સમાધાન કરીને આરોપીને છોડી દીધો હતો.

માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ સી.આર. રાણાએ જણાવ્યું કે રાત્રે કોલર દ્વારા સમાધાન થયું હતું, પરંતુ હવે વીડિયો વાયરલ થતાં તેના આધારે ગુનો નોંધવામાં આવશે. સેક્ટર-1 JCP નીરજ બડગુજરે પણ જણાવ્યું કે સમાધાન કેવી રીતે થયું તે બાબતે તપાસ કરવામાં આવશે.

આ તરફ, હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, કાર તેમના દીકરાની છે, પરંતુ ઘટના અંગે તેમને માહિતી નથી. સમગ્ર મામલો હવે તપાસના કેન્દ્રમાં છે અને આગળ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો: હવે માત્ર 15 મિનિટમાં ગાયબ થઈ જશે મેસેજ, WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર

 

Back to top button