શું તમને ખબર છે કેમ પડે છે ‘કરા’ ? તેના આકારની વિશેષતા તમે જાણો છો

બરફને માણવો સૌ કોઈને ગમે છે જમ્મુ કાશ્મીરમાં બરફની ચાદર બની જાય છે ત્યારે હાલમાં પણ આકાશમાંથી વરસાદ સ્વરૂપે ‘કરા’ પડી રહ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં હવામાનની ખરાબ સ્થિતિને કારણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં વરસાદની સાથે કેટલીક જગ્યાએ બરફના કરા પણ પડી રહ્યા છે. જેમાં ખાસ કરીને છેલ્લા બે અઠવાડિયાથી ગુજરાતના અનેક વિસ્તારો જેવાકે રાજકોટ, સુરત સહિત બનાસકાંઠાના ધાનેરા જેવા વિસ્તારોમાં બરફના કરા પડવાના સમાચાર સામે આવી રહ્યા છે.

આ ‘કરા’ પડવાથી બધાને આશ્ચર્ય જરૂર થાય કે આ બરફના ‘કરા’ કેમ પડતા હશે અને તે બરફ ચોરસ, ત્રિકોણ કે અન્ય કોઈ આકારમાં નહીં પણ માત્રને માત્ર ગોળાકારમાં જ કેમ હોય છે. તો ચાલો જાણીએ ‘કરા’ અને તેના આકાર સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો.
આ પણ વાંચો : આ તો બોટાદ છે કે મનાલી ? ભર ઉનાળે બરફની સફેદ ચાદરથી ઢંકાયા રોડ
આવી રીતે બને છે બરફના ‘કરા’
બરફના ‘કરા’ કેવી રીતે બનતા હશે આ આશ્ચર્ય બધાને થાય છે. એક વાત તો આપણે બધા જાણીએ છીએ કે બરફ પાણીની જ એક અવસ્થા છે જે પાણી જામી જવાથી બને છે. જ્યારે પાણીનું તાપમામ શૂન્ય ડિગ્રી સેલ્શિયસ કે તેનાથી ઓછું થઈ જાય છે ત્યારે પાણીનું બરફમાં રૂપાંતર થાય છે. જેમ જેમ આપણે સમુદ્ધ ગહેરાઈથી ઉંચાઈ તરફ વધવા લાગીએ છીએ તેમ તેમ તાપમાન ધીમે ધીમે ઓછું થતુ જાય છે. જેના કારણે ગરમીના સમયમાં પણ પહાડો પર બરફ થીજાયેલો જોવા મળે છે. તમને એ તો ખબર હશે કે બાષ્પીભવનની પ્રક્રિયા દરમિયાન નદી, સમુદ્ધ અને તળાવોનું પાણી વરાળ બનીને ઉપર આકાશ તરફ જતુ રહે છે. અને તેનાથી જ વાદળા બંધાય છે અને ત્યારબાદ વરસાદ વર્ષે છે.
આ પણ વાંચો : મેદાની વિસ્તારોમાં તાપમાન શુન્યથી ઓછુઃ તો પણ કેમ નથી થતી બરફવર્ષા?
આ કારણથી પડે છે ‘કરા’
જેવી રીતે ફ્રિજના ફ્રિજરમાં પાણી મુકવામાં આવે તો બરફ બની જાય છે એવી જ રીતે જ્યારે આકાશમાં તાપમાન શૂન્ય ડિગ્રીથી ઓછું થઈ જાય છે ત્યારે હવામાં રહેલ ભેજ ઘન સ્વરુપમાં પરિવર્તીત થઈ જાય છે અને પાણીના ટીપા થીજી જાય છે. આ થીજી ગયેલ બરફના ટીપા થોડો ભેજ મળતા છેવટે વરસાદના કરા સ્વરૂપે ધરતી પર પડવાનું શરૂ કરે છે. તેમજ જમા થયેલ ભેજનુ ઘન સ્વરૂપના ટીપા આપમેળે ભેગા થઈને ગોળ સ્વરૂપ ધારણ કરી લે છે. ત્યારે આ ઘન બાષ્પનું વજન જ્યારે વધી જાય છે, ત્યારે તે ‘કરા’ બનીને ધરતી પર વરસવા લાગે છે, આ પરિસ્થિતિનું પુનરાવર્તન થાય છે જે બરફના ‘કરા’ ધરતી પરના તાપમાનના કારણે પીગળી જાય છે અને પાણીમાં ફરીથી ફેરવાય જાય છે .
આ પણ વાંચો : ઘરતી પરના સ્વર્ગની બરફવર્ષા વચ્ચે લો મુલાકાત !
તમને જણાવી દઈએ કે અવકાશમા આ ઘન સ્વરૂપના બંધાયેલ વાદળો વરસાદ બનીને વરસે છે જો કે બરફના ભારી ટુકડા જે પીગળી નથી શકતા તે બરફના ‘કરા’ના રૂપમાં ધરતી પર પડવા લાગે છે. વરસાદ સાથે પડતાઆ નાના નાના બરફના ટુકડાને આપડે ‘કરા’ કહીએ છીએ.
આ કારણથી ‘કરા’ હંમેશા ગોળ હોય છે
જયારે પાણી ઉપરથી ફેકવામાં આવે છે ત્યારે તે આપમેળે જ ગોળ ટીપા બનીને નીચે આવે છે એવી જ રીતે જ્યારે આકાશમાંથી પાણી નીચે ધરતી પર પડે છે અને બરફના ગોળ ટીપા બની જાય છે. કેટલીક વાર આ ટીપા એક બીજા સાથે સંકળાય જાય છે અને બરફના મોટા ‘કરા’ના રૂપમાં ધરતી પર પડે છે. નીચે પડતા કરાનો વ્યાસ 1સેન્ટી મીટરથી લઈને 7 થી 8 સેન્ટી મીટર જેટલું હોય છે. તેનુ વજન 500 ગ્રામ સુધીનુ પણ હોઈ શકે છે. તો આવી રીતે નીચે પડતા ‘કરા’ ગોળ હોય છે.









