ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના બાઈવાડા ગામનું પીક અપ સ્ટેન્ડ પડું પડું હાલતમાં : ગ્રામજનો કહે છે વિકાસ ખોવાઈ ગયો

Text To Speech

બનાસકાંઠા 30 જૂન 2024 : સમગ્ર ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો કરી ગતિશીલ ગુજરાત અને પારદર્શક વહીવટ સહિત મારું ગામ સુંદર ગામ જેવા સુત્રો આપવામાં આવી રહ્યા છે પરંતુ આજેપણ એવા અનેક ગામો છે જ્યાં વિકાસનું નામ પણ બોલતું નથી છતાં પણ ગુજરાતને વિકાસશીલ તરીકે અધિકારીઓ કાગળ પર ઓળખાવી રહ્યા છે જ્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો ડીસા તાલુકાના બાઈવાડા ગામે રોડ પર ઉભેલ ST બસ સ્ટેન્ડ છેલ્લા કેટલાક સમયથી પડું પડું હાલતમાં ઉભું છે અને જર્જરિત હાલતમાં હોઈ મુસાફરો સહિત સ્થાનિકો ભયના નેજા હેઠળ પીક અપ સ્ટેન્ડમા બેસી જીવ જોખમમાં મૂકી રહ્યા છે ડીસા તાલુકાના બાઈવાડા ગામે જર્જરિત બસ સ્ટેન્ડ જોખમ ઉભું કરી શકે છે કોઈ મોટી દુઘટર્ના સર્જાય તેવા પીક અપ સ્ટેન્ડના દ્શ્યો પર અંદાજ આવી શકે છે બાઈવાડા ગામે ગુજરાત રાજ્ય માગઁ વાહન વ્યવહાર નિગમનું આ પીક અપ સ્ટેન્ડ પચાસ વર્ષે જુનુ હોઈ અતિભયજનક બની ગયેલ હાલતમાં નજરે પડી રહ્યું છે. ગામના નાગરિકો દ્વારા અનેકવાર સરપંચ સહિત તાલુકા જિલ્લાના પ્રમુખો અને વહીવટીતંત્રના અધિકારીઓને લેખિતમાં અને મૌખિકમાં રજુઆતો કરાઈ હોવા છતાં ગ્રામજનો થાકી ચુકયા છે પણ પરંતુ વહીવટીતંત્ર કે નેતાઓની નજરે હજુ આ જર્જરિત પીક બસ સ્ટેન્ડ ચડ્યું હોય તેમ લાગતું નથી. આ જર્જરિત પીક અપ સ્ટેન્ડ કોઈ દુઘટર્ના સર્જે તે પહેલાં ઉતારીને નવું સુવિધાઓ સાથે પીક અપ સ્ટેન્ડ ઉભું કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના માલગઢમાં પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવમાં 29 બાળકોને પ્રવેશ અપાયો

Back to top button