ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

હવે બહારનું ખાવાનું મન જ નહીં થાયઃ સરસ્વતી નમકીનના પેકેટમાંથી મૃત ગરોળી નીકળી

Text To Speech

ભીલોડા, 02 જુલાઈ 2024, ગુજરાતમાં છેલ્લા એકાદ મહિનામાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. આજે વધુ એક કિસ્સો અરવલ્લીથી પ્રકાશમાં આવ્યો છે. અરવલ્લીના ભિલોડામાં સહકારી જીનમાં આવેલી નમકીન ફેક્ટરીમાંથી મહિલાએ સરસ્વતી નમકીન નામનું પેકેટ ખાવા મગાવ્યું હતું. એ પેકેટ તોડીને વાસણમાં કાઢતાં અંદરથી મૃત હાલતમાં ગરોળી નીકળી હતી.

નમકીન સાથે મૃત હાલતમાં ગરોળી પણ નીકળી
અરવલ્લીના ભિલોડામાં રહેતા પરિવારે ભૂખ લાગી હોવાથી સહકારી જીનમાં આવેલી નમકીન ફેક્ટરીમાંથી સરસ્વતી નમકનીનું પેકેટ મગાવ્યું હતું. એ પેકેટને ઘરે લાવી એક વાસણમાં નમકીન કાઢતાં અંદરથી નમકીન સાથે મૃત હાલતમાં ગરોળી પણ નીકળી હતી. સહકારી જીનમાં આવેલી નમકીન ફેક્ટરીની ઘોર બેદરકારી સામે આવતાં પરિવારે ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો હતો અને ફેક્ટરી સામે નમકીનના પેકેટમાંથી ગરોળી નીકળી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

મહિનાથી પરિવારને ઝાડા-ઊલટીની અસર પણ થઈ હતી
આ પહેલાં અમદાવાદમાં આનંદનગરમાં રહેતાં મહિલા એક મહિનાથી જે અથાણું આરોગી રહ્યાં હતાં એમાંથી ગરોળી નીકળી હતી.દરરોજ થોડું-થોડું અથાણું વપરાશમાં લેવાતું હતું. 27 જૂનને ગુરુવારે જ્યારે અથાણાની બરણીથી અથાણું કાઢ્યું ત્યારે છેલ્લા ભાગમાં નાનકડી ગરોળી નીકળી હતી. આ અથાણું સાણંદના શુભ અથાણાં ભંડાર દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પરિવાર દ્વારા રોજબરોજ અથાણું ખાવામાં લેવામાં આવતું હતું, જેથી છેલ્લે એક મહિનાથી પરિવારને ઝાડા-ઊલટીની અસર પણ થઈ હતી.

આ પણ વાંચોઃરાજકોટમાં ઝોમેટોના ફૂડ ડિલિવરી બોયે વેજના બદલે નોનવેજ ફૂડ ડિલિવર કર્યું

Back to top button