ટોપ ન્યૂઝવર્લ્ડ

ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર ઇઝરાયલ હુમલો નિષ્ફળ ગયો? IAEAએ આપી મહત્ત્વની જાણકારી

Attack on Iran’s nuclear plant: ઈરાનના બુશેહર પરમાણુ પાવર પ્લાન્ટ પર છેલ્લા 10 દિવસમાં ત્રીજી વખત હુમલો થયો છે. જોકે, રિએક્ટરને કોઈ નુકસાન થયું નથી, કે કોઈ પણ પ્રકારનું રેડિએશન લીક થયું નથી. આ માહિતી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) દ્વારા આપવામાં આવી હતી. IAEA અનુસાર, ઈરાને એજન્સીને જાણ કરી હતી કે બુશેહર પરમાણુ પાવર પ્લાન્ટની નજીકમાં બીજો હુમલો થયો છે, પરંતુ સુવિધાની સ્થિતિ સામાન્ય છે અને કાર્યરત રિએક્ટર સુરક્ષિત છે.

બધા પક્ષો તરફથી સંયમની અપીલ

IAEA ના ડિરેક્ટર જનરલ રાફેલ મારિયાનો ગ્રોસીએ આવા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો કોઈ પરમાણુ રિએક્ટરને નુકસાન થાય છે, તો મોટી દુર્ઘટના થઈ શકે છે. તેમણે તમામ સંબંધિત પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે. IAEA એ એમ પણ અહેવાલ આપ્યો છે કે ખોંદાબ સ્થિત ઈરાનના ભારે પાણી ઉત્પાદન પ્લાન્ટને પણ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યો હતો. જો કે, તે સ્થળે કોઈ રેડિએશનનું જોખમ નથી, કારણ કે તે પ્લાન્ટમાં કોઈ જાહેર કરાયેલ પરમાણુ સામગ્રી હાજર નહોતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ખુઝેસ્તાન સ્ટીલ ઉત્પાદન ફેક્ટરી પર હુમલો

વધુમાં, ઈરાનની ખુઝેસ્તાન સ્ટીલ ઉત્પાદન ફેક્ટરી પર પણ હુમલો થયો છે. જ્યાં કોબાલ્ટ-60 અને સીઝિયમ-137 જેવા કિરણોત્સર્ગી સ્ત્રોતોનો ઉપયોગ થાય છે. એજન્સીના જણાવ્યા અનુસાર, આ હુમલા બાદ પ્લાન્ટની બહાર કોઈ રેડિયેશન ફેલાયું નથી. IAEA એ પણ પુષ્ટિ આપી કે યાઝદ પ્રાંતમાં સ્થિત શાહિદ રેઝાઈ-નેજાદ યલોકેક ઉત્પાદન સુવિધા (અરદાકાન) ને પણ નિશાન બનાવવામાં આવી હતી. જો કે, અહીં પણ, આસપાસના વિસ્તારોમાં રેડિયેશનના સ્તરમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. એજન્સી હાલમાં આ બાબતની તપાસ કરી રહી છે.

‘ઇઝરાયલ આ હુમલાઓ માટે ભારે કિંમત ચૂકવશે’

આ દરમિયાન, ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ ચેતવણી આપી છે કે, ઇઝરાયલને આ હુમલાઓ માટે ‘ભારે કિંમત’ ચૂકવવી પડશે. આ સાથે જ, ઇરાની સૈન્યએ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલને ચેતવણી આપી છે કે ઇરાનના ઉર્જા ઠેકાણાઓ પર હુમલો કરીને તેઓ ‘આગ સાથે રમી રહ્યા છે.’ નિષ્ણાતો માને છે કે આ સતત હુમલાઓ આ ક્ષેત્રમાં તણાવને વધુ વધારી શકે છે, અને તેના પ્રતિકૂળ પરિણામો સમગ્ર વિશ્વને જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Ahmedabad: અમરાઈવાડીમાં હૃદયદ્રાવક ઘટના, માતાની લાપરવાહીને કારણે અઢી મહિનાની બાળકીનું મોત

 

 

Back to top button