ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સવાર સવારમાં દિલ્હીમાં મોટું એન્કાઉન્ટર થયું, બિહારના 4 મોસ્ટ વોન્ટેડને પતાવી દીધા

નવી દિલ્હી, 23 ઓક્ટોબર 2025: બિહાર પોલીસ અને દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે બુધવારે મોડી રાત્રે દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. એન્કાઉન્ટરમાં બિહારના ચાર મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં કુખ્યાત ગેંગ લીડર રંજન પાઠક પણ હતો, જેના પર હત્યા, ખંડણી અને લૂંટ સહિતના અનેક ગંભીર ગુનાઓનો આરોપ હતો.

અહેવાલો અનુસાર, રંજન પાઠક સિગ્મા એન્ડ કંપની નામની ગેંગ ચલાવતો હતો. આ ગેંગે બિહારના સીતામઢી અને આસપાસના વિસ્તારોમાં પાંચ હાઇ-પ્રોફાઇલ હત્યાઓ કરી હતી. પોલીસે રંજન પર 25,000 રૂપિયાનું ઇનામ રાખ્યું હતું.

અહેવાલો અનુસાર, હુમલો લગભગ 2:20 વાગ્યે રોહિણીના બહાદુર શાહ માર્ગ પર, ડોક્ટર આંબેડકર ચોક અને પાંસાલી ચોક વચ્ચે થયો હતો. પોલીસને ગેંગની હાજરી વિશે અગાઉથી માહિતી મળી હતી. ટીમે ઘેરાબંધી કરતાની સાથે જ ગુનેગારોએ ગોળીબાર કર્યો. જવાબી કાર્યવાહીમાં, ચારેય ગુનેગારો ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદ બોલાવશે ભુક્કા, આ જિલ્લામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે

Back to top button