ટ્રેન્ડિંગનેશનલ
દિલ્હીની 20 કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ વિભાગમાં હડકંપ મચ્યો

નવી દિલ્હી: દિલ્હીની 20 થી વધુ કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. ચાણક્યપુરીમાં આવેલી જીસસ એન્ડ મેરી કોલેજ સહિત લગભગ 20 કોલેજોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેના વિશે પોલીસ વિભાગને જાણ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો.
પોલીસ ટીમો તાત્કાલિક બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે કોલેજોમાં પહોંચી ગઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન કોલેજોની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી ન હતી અને ધમકી ખોટી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને શંકા છે કે ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિએ VPNનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો: ભારત અડગ રહ્યું તો અમેરિકા પણ ઢીલ નહીં આપે: ટેરિફ પર ટ્રમ્પના આર્થિક સલાહકારની ચેતવણી












