ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

વર્ષ 2018માં રૂ.1.50 લાખની લાંચ માંગનાર વડોદરા કોર્પોરેશનના નાયબ કાર્યપાલક ઈજનેર સામે ગુનો નોંધાયો

વડોદરા, 23 મે : વડોદરા મહાનગર પાલિકાના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા ગત વર્ષ 2018માં માંગવામાં આવેલી રૂ.1.50 લાખની લાંચ સંદર્ભે હવે વડોદરા એસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આ કામના સાહેદ (નિષ્ફળ છટકાના ફરીયાદી) નાઓએ સને ૨૦૧૮ માં વડોદરા મહાનગર પાલીકા ખાતે આજવા રોડ બેલેન્સીંગ રીજવાયરનું ઓપરેશન અને મેન્ટનન્સનું ત્રણ વર્ષનું કામ આશરે રૂપીયા ૬૦,૦૦,૦૦૦/- નું વડોદરા મહાનગર પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડેલ જે કામ કરવા માટે સાહેદે ઓનલાઇન ટેન્ડર ભરેલ હતું. જેમાં આ કામના આરોપી કૌશિક શાંતીલાલ પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ-૨ વડોદરા મહાનગર સેવા સદન વડોદરાએ સાહેદને સંર્પક કરી તમારુ ટેન્ડર મંજુર થયેલ છે જેના પાંચ ટકા પ્રમાણે રૂપિયા ત્રણ લાખની માંગણી કરેલ હતી.

જેમાં આ કામના સાહેદે અગાઉ રૂ.૧,૫૦,૦૦૦/- આ કામના આરોપીને આપી દિધેલ પરંતુ સાહેદનું કામ ન થતા સાહેદે આ કામના આરોપીનો સંર્પક કરતા આરોપીએ સાહેદને જણાવેલ કે બાકીના રૂ.૧,૫૦,૦૦૦/- આપી દો. જેનું રેકોર્ડીંગ સાહેદે કરી લીધેલ હતું. જે લાંચ સાહેદ આરોપીને આપવા માંગતા ન હોય તા.૨૦/૧૧/૨૦૧૮ ના રોજ વડોદરા શહેર એસીબીમાં ફરીયાદ આપતા જે ફરીયાદ અનુસંધાને તા. ૨૧/૧૧/૨૦૧૮ ના રોજ બે સરકારી પંચો સાથે આરોપી કૌશિક શાંતીલાલ પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ-૨ વડોદરા મહાનગર સેવા સદન વડોદરા વિરુધ્ધ ટ્રેપીંગ અધિકારીએ છટકુ ગોઠવતા આરોપીએ લાંચની સ્વીકારેલ નહિ અને છટકુ નિષ્ફળ જાહેર કરવામાં આવેલ હતું.

જેની ખુલ્લી તપાસ માંગતા તપાસ દરમ્યાન સાહેદ અને આરોપી કૌશિક શાંતીલાલ પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ-૨ વડોદરા મહાનગર સેવા સદન વડોદરા વચ્ચે થયેલ વાતચીતના રેકોર્ડીંગનો ટેમ્પરીંગ સર્ટીફીકેટ આવતા આરોપીએ સાહેદ પાસે રૂ.૧,૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ હોવાનું વૈજ્ઞાનીક ઢબે સાબીત થયેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવા અંગે હુકમ થતા આરોપી કૌશીક શાંતીલાલ પરમાર વિરુધ્ધ પો.ઇન્સ.એ.એન.પ્રજાપતિ વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન નાઓએ શ્રીસરકાર તરફે ફરીયાદી બનીને આજરોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

Back to top button