અમદાવાદમાં પ્રથમવાર પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો

અમદાવાદ., તા. 24 એપ્રિલ, 2025: અમદાવાદમાં પ્રથમવાર પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો હતો. ભ્રષ્ટાચારી પોલીસકર્મી સાથે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. 31 લાખનો વધુ ખર્ચ મળી આવતાં શહેરના રાણીપમાં પોલીસકર્મી સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
રાણીપમાં હેડ કોન્સ્ટેબલ વિજય માલી પાસેથી 1.2 કરોડથી વધુ અપ્રમાણસર મિલકત મળી આવતાં ગુનો નોંધાયો હતો. આરોપી પોલીસ કર્મીએ 1.20 કરોડની આવક સામે 1.34 કરોડનો ખર્ચ બતાવ્યો હતો. પોલીસે તપાસ કરતાં વિવિધ સ્થળોએ આરોપીએ પ્રોપર્ટી ખરીદી હોવાનું સામે આવ્યું હતું. આરોપી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે
ગુજરાતમાં લાંચ લેવાનું પ્રમાણ વધી ગયું છે. રોજબરોજ એસીબી રાજ્યમાંથી કોઈને કોઈ વ્યક્તિને લાંચ લેતા ઝડપે છે. તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા.
ACBનો આ છે ટોલ ફ્રી નંબર
ભ્રષ્ટાચાર નાબૂદી તરફના એક પગલામાં એસીબીએ ( એન્ટિ કરપ્શન બ્યુરો) એક ટોલ ફ્રી નંબર અને એક મોબાઈલ નંબર જાહેર કર્યો હતો. જો કોઈ અધિકારી કે સરકારી કર્મચારી લોકોને લાંચ માંગી પરેશાન કરી રહ્યો છે તો લોકો ટોલ ફ્રી નંબર 1064 અને મોબાઈલ નંબર 90999 11055 પર ફોન કરી જાણ કરી શકે છે. એસીબી આ ફોનને ફરિયાદ ગણી તે અધિકારી સામે તાત્કાલિક પગલાં ભરશે અને જો શકય હશે તો ટ્રેપ ગોઠવી તેને રંગે હાથ પકડવાનો પ્રયાસ કરશે. એસીબીએ કહ્યું હતું કે આ ટોલ ફ્રી સેવા ખાસ કરીને પોલીસ બેડામાં પ્રવૃત્તિ રહેલા ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે શરૂ કરાઈ છે.
મોરબીના ટંકારામાં ગત ઓક્ટોબર 2024માં હોટેલ કમ્ફર્ટમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડા પાડ્યા હતાં. ત્યારબાદ પોલીસે જુગાર રમતા લોકોના નામ જાહર નહીં કરવા પીઆઈ અને હેડ કોન્સ્ટેબલે મોટો તોડ કર્યો હોવાનું ખૂલતા બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. પીઆઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને તોડકાંડમાં સસ્પેન્ડ કરાયા હતાં.
આ કેસમાં બંને જણા સેશન્સ કોર્ટમાં હાજર નહીં રહેતા કોર્ટે તેમને ફરાર જાહેર કર્યા હતાં.
આ પણ વાંચોઃ ભારતની કાર્યવાહીથી રઘવાયું થયું પાકિસ્તાન, જાણો વિગત












