
Congress candidate list 2026: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. સત્તાધારી પક્ષ સામે મજબૂત પકડ બનાવવાના મનસૂબા સાથે કોંગ્રેસ પક્ષે આજે રાજ્યની મુખ્ય મહાનગરપાલિકાઓ માટે તેના 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ યાદીમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોનો સમાવેશ થાય છે. પક્ષ દ્વારા આ વખતે ‘યુવા જોશ અને અનુભવી હોશ’ના મિશ્રણ સાથેના મૂરતિયા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
અમદાવાદ પર વિશેષ ધ્યાન
કોંગ્રેસની આ પ્રથમ યાદીમાં સૌથી વધુ બેઠકોની ફાળવણી અમદાવાદ મહાનગરપાલિકા (AMC) માટે કરવામાં આવી છે. પક્ષે અમદાવાદની 93 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે, જે દર્શાવે છે કે કોંગ્રેસ આ વખતે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ બંનેમાં ભાજપના ગઢમાં ગાબડું પાડવા મક્કમ છે.
અન્ય શહેરોની વાત કરીએ તો:
-
રાજકોટ: 40 ઉમેદવારો
-
સુરત: 26 ઉમેદવારો
-
ભાવનગર: 25 ઉમેદવારો
-
મોરબી: 23 ઉમેદવારો
-
જામનગર: 18 ઉમેદવારો
-
વડોદરા: 18 ઉમેદવારો
જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક પ્રભુત્વ
આ વખતે ઉમેદવારી નક્કી કરતી વખતે પ્રદેશ મોવડી મંડળે જ્ઞાતિગત સમીકરણો પર ખાસ ભાર મૂક્યો છે. પાટીદાર, ઓબીસી અને લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં તે જ જ્ઞાતિના સક્રિય કાર્યકરોને ટિકિટ આપીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરાયો છે. ખાસ કરીને સુરત અને રાજકોટ જેવા શહેરોમાં જ્ઞાતિના ફેક્ટર ચૂંટણી પરિણામોમાં મોટી ભૂમિકા ભજવી શકે છે, જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સામાજિક સંતુલન જાળવ્યું છે.









મુખ્ય મુદ્દાઓ: મોંઘવારી અને ભ્રષ્ટાચાર
કોંગ્રેસે આ ચૂંટણીમાં મુખ્યત્વે સ્થાનિક સ્તરના પ્રશ્નોને હથિયાર બનાવ્યા છે. પક્ષના પ્રવક્તાના જણાવ્યા મુજબ, મહાનગરોમાં ટેક્સના વધતા બોજ, રસ્તાઓની બિસ્માર હાલત, પીવાના પાણીની સમસ્યા અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સમાં કથિત ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવશે. આ ઉપરાંત, સતત વધતી મોંઘવારી અને બેરોજગારી જેવા રાષ્ટ્રીય મુદ્દાઓને પણ સ્થાનિક સ્તરે જોડીને જનતા વચ્ચે લઈ જવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: શનિની બદલાતી ચાલ: 22 એપ્રિલથી આ 3 રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ












