ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

શું કંઈ નવાજૂની થવાની? ગુજરાતમાં ભાજપના નેતાઓ સેલિબ્રિટીની મુલાકાતે

BJP leaders meet celebrities in Gujarat: ગુજરાતમાં એક તરફ ખેડૂતો અને શિક્ષકો વિરોધ પ્રદર્શન અને ધરણા કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ સરકારના માણસો અને ભાજપના અગ્રણી નેતાઓ રાજ્યમાં જાણીતા કલાકારોના ઘરની મુલાકાત લઈ રહ્યા છે.  આ મુલાકાતથી રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે.

પરસોત્તમ રૂપાલાએ હેમંત ચૌહાણની લીધી મુલાકાત

ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ પરસોત્તમ રૂપાલા લોકપ્રિય ભજન ગાયક હેમંત ચૌહાણના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બંને વચ્ચે સૌજન્ય મુલાકાત અને શુભેચ્છા વિનિમય થયો હતો. મુલાકાતની તસવીરો સામે આવ્યા બાદ ચાહકોમાં પણ રસ જાગ્યો હતો.

હર્ષ સંઘવી ઓસમાણ મીરના ઘરે પહોંચ્યા

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાણીતા સુફી અને લોકગાયક ઓસમાણ મીરના ઘરે જઈ શુભેચ્છા મુલાકાત લીધી હતી. બંને વચ્ચેની મુલાકાતને સાંસ્કૃતિક અને સૌહાર્દપૂર્ણ ગણાવવામાં આવી રહી છે.

ચેતેશ્વર પૂજારા સાથે પણ મુલાકાત

પૂર્વ મંત્રી જીતુ વાઘાણી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ રાજ્યની જાણીતી હસ્તી ચેતેશ્વર પુજારા સાથે મુલાકાત કરી હતી. આ સતત થઈ રહેલી મુલાકાતોએ રાજકીય નિરીક્ષકોનું ધ્યાન ખેંચ્યું છે. સાથે તેઓ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર સાંઈરામભાઈ દવેના નિવાસસ્થાને પણ પહોંચ્યા હતા.

ભરૂચ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકીય વ્યસ્તતા વચ્ચે લોકસેવા અને કલા-સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટના નિવાસસ્થાને જઈને આત્મીય મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે સેવાકાર્યોની સમીક્ષા કરી સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ મુલાકાતો પાછળ શું હોઈ શકે કારણ?

સત્તાવાર રીતે આ મુલાકાતોને સૌજન્ય અને શુભેચ્છા મુલાકાત તરીકે રજૂ કરવામાં આવી રહી છે. જોકે, રાજકીય વિશ્લેષકો કેટલાક સંભવિત કારણો તરફ પણ ઈશારો કરી રહ્યા છે.

આ પણ વાંચો: રાજકોટમાં સાંઢિયો પૂલ શરુ થતાં ખુશખબર આવી, આ રુટના બસ ભાડા ઘટી ગયા

Back to top button