ટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી પંચ ફરી ખોટું બોલે છે… ECની પ્રેસ કોન્ફરન્સ પર કોંગ્રેસનો વળતો જવાબ

નવી દિલ્હીઃ 17 ઓગસ્ટ, 2025: રવિવારે (17 ઓગસ્ટ) ચૂંટણી પંચે કોંગ્રેસ, આરજેડી અને અન્ય વિપક્ષી પક્ષો દ્વારા કરવામાં આવી રહેલા વોટ ચોરીના આરોપો પર એક પત્રકાર પરિષદમાં પોતાનો જવાબ આપ્યો હતો. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ચૂંટણી પંચ તમામ રાજકીય પક્ષો સાથે સમાન રીતે વર્તે છે, કારણ કે દરેક પક્ષનો જન્મ કમિશનમાં નોંધણીમાંથી થાય છે. મુખ્ય ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી કે કમિશન માટે કોઈ શાસક પક્ષ કે વિપક્ષ, નથી બધા પક્ષો સમાન છે. તેમણે વોટ ચોરીના આરોપોને ખોટા ગણાવ્યા અને એવું કહ્યું કે, વિરોધી પક્ષોના આરોપો ભારતના બંધારણનું અપમાન છે.

ચૂંટણી પંચ ખોટું બોલે છેઃ કોંગ્રેસ

ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ પછી, કોંગ્રેસના સત્તાવાર X એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લખવામાં આવ્યું હતું કે, ચૂંટણી પંચે ફરીથી ખોટું બોલ્યું. આ વીડિયોમાં, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર કહે છે કે, અમારા માટે ન તો કોઈ શાસક પક્ષ છે કે ન તો કોઈ વિપક્ષ, બધા સમાન છે.

ત્યાર બાદ, રાહુલ ગાંધીનો એક વીડિયો ચલાવવામાં આવે છે. જેમાં તેઓ કહે છે કે, થોડા દિવસો પહેલાં ભાજપના લોકોએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેમની પાસેથી કોઈ સોગંદનામું માંગવામાં આવ્યું ન હતું. આ તેમનો ડેટા છે. આ તેમના આંકડા છે, તેઓ મારી પાસેથી સોગંદનામું માંગી રહ્યા છે.

ચોરી કરવાનું બંધ કરી દો, અમે વોટચોરી નહીં કહીએ

મુખ્ય ચૂંટણી પંચે પોતાના વક્તવ્યમાં કહ્યું કે, ‘વોટ ચોરી જેવા શબ્દ બંધારણનું અપમાન છે.’ તેના પર કોંગ્રેસ નેતા પવન ખેડાની પ્રતિક્રિયા સામે આવી છે. પવન ખેડાએ કહ્યું કે, ‘તમે કોણ છો બોલવા વાળા? ચોરી કરવાનું બંધ કરી દો અને વોટ ચોરી જેવા શબ્દોનો ઉપયોગ બંધ કરી દઇશું. જો સીસીટીવી ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે તો તમે 45 દિવસ કેવી રીતે આપી શકો છો. જો ગોપનીયતાનું ઉલ્લંઘન થાય છે તો શા માટે? તમે અનુરાગ ઠાકુરને મશીન રીડેબલ લિસ્ટ કેવી રીતે આપ્યું? જો જ્ઞાનેશ ગુપ્તા યોગ્ય રીતે કામ કરતા હોત તો તેમણે આવા શબ્દો ન બોલ્યા હોત? અમને અમારા પ્રશ્નોના જવાબો નથી મળ્યા. મહાદેવપુરાના 1 લાખ મતદારો માટે અમને જવાબો મળ્યા નથી. મહારાષ્ટ્રમાં મતદારોની વધેલી સંખ્યા માટે અમને જવાબો નથી મળ્યા.

ચૂંટણી પંચના મનમાં મેલ…

ચૂંટણી પંચના જવાબ પર કોંગ્રેસના એક નેતાએ પ્રતિક્રિયા આપી છે. બિહાર કોંગ્રેસના સહ-પ્રભારી શાહનવાઝ આલમે કહ્યું, ‘જો ચૂંટણી પંચના મનમાં મેલ ન હોત, તો રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી તે જ દિવસે તે બહાર આવી ગયું હોત. ભાજપ પાસે જવાબ નથી, તેથી ચૂંટણી પંચને આગળ લાવવામાં આવ્યું છે.’

આ દલીલમાં કોઈ તર્ક નથીઃ કોંગ્રેસ

ચૂંટણી પંચના ગોપનીયતા અંગેના તર્ક પર, કોંગ્રેસના નેતાએ કહ્યું કે આ દલીલનો કોઈ અર્થ નથી. એ વાત જાણીતી છે કે ચૂંટણી પંચે મીડિયામાં રજૂ કરાયેલા મતદારોની તસવીરો પર કહ્યું હતું કે આ તસવીરો તેમની પરવાનગી વિના મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. શું ચૂંટણી પંચે મતદારો, તેમની માતાઓ, પુત્રવધૂઓ કે પુત્રીઓના સીસીટીવી ફૂટેજ શેર કરવા જોઈએ? જેમના નામ મતદાર યાદીમાં છે તેઓએ જ પોતાના ઉમેદવારને ચૂંટવા માટે મતદાન કરવું જોઈએ. તેમણે મતદારોની ગોપનીયતાનો આદર કરવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર-લખતર હાઈવે ઉપર બે કાર વચ્ચે ટક્કર, આગ લાગી જતા તબીબ સહિત એક જ પરિવારના 7 ભડથું

આ પણ વાંચોઃ ઇઝરાયલ ગાઝા પર કબજો કરવાની નજીક! હુમલામાં હમાસનો વધુ એક વરિષ્ઠ કમાન્ડર ઠાર

Back to top button