કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

સુરેન્દ્રનગર-લખતર હાઈવે ઉપર બે કાર વચ્ચે ટક્કર, આગ લાગી જતા તબીબ સહિત એક જ પરિવારના 7 ભડથું

સુરેન્દ્રનગર, 17 ઓગસ્ટ : સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર ઝમર ગામ નજીક રવિવારે (17 ઓગસ્ટ) બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં તબીબ સહિત એક જ પરિવારના સાત લોકોના મૃત્યુ થયા છે. જણાવી દઈએ કે, અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. જેમાં આ તમામ ભડથું થયા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આજે રવિવારે (17 ઓગસ્ટ) સુરેન્દ્રનગરના કોઠારિયા નજીક બે કાર વચ્ચે ધડાકા સાથે ટક્કર થઈ હતી. ગંભીર અકસ્માતના બનાવમાં કૈલાશબા જગદીશસિંહ જામસિંહ ચુડાસમા (ઉં.વ. 60, રહે. ભાવનગર), પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ. 35, રહે. ભાવનગર), રીદ્ધિબા પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ. 32, રહે. ભાવનગર), દિવ્યશ્રીબા પ્રતિપાલસિંહ ચુડાસમા (ઉં. 10 મહિના, રહે. ભાવનગર), નીતાબા ભગીરથસિંહ જાડેજા (ઉં.વ. 58, રહે. જામનગર), રાજેશ્વરીબા નરેન્દ્રસિંહ સતુભા રાણા (ઉં.વ. 52, રહે. લખતર), મીનાબા વિરેન્દ્રસિંદ સતુભા રાણા (ઉં.વ. 49, રહે. લખતર) અને દિવ્યાબા હરદેવસિંહ જાડેજા (ઉ.વ. 35, રહે. ગાંધીધામ-કચ્છ) એમ એક જ પરિવારનાં 7 લોકોના મૃત્યુ થયા હતા.

અકસ્માતની જાણ થતાંની સાથે સ્થાનિકો, પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Back to top button