ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

વાણિજ્ય મંત્રીની ઇઝરાયેલની મુલાકાત, FTA પર થઇ શકે છે મોટી પ્રગતિ 

નવી દિલ્હી, 20 નવેમ્બર, 2025: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની ચાલુ સપ્તાહે તેલ અવીવની ત્રણ દિવસીય યાત્રા દરમિયાન પ્રસ્તાવિત ભારત-ઇઝરાયેલ મુક્ત વેપાર સમજૂતિ (FTA)ની પ્રગતિની સમીક્ષા કરવામાં આવે તેવી આશા છે. બુધવારે એક સત્તાવાર નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી.

ગોયલ, ઇઝરાયેલમાં 60 સભ્યોના વેપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્ત્વ કરશે, જ્યાં તેઓ દ્વિપક્ષીય વેપાર, રોકાણ તેમજ નવીનતાને પ્રોત્સાહન આપવા બાબતે નેતાઓ અને ઉદ્યોગ જગતાના લોકો સાથે ચર્ચા કરશે.

વાણિજ્ય મંત્રીએ શું કહ્યું?

આ મુલાકાત 22 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. વાણિજ્ય મંત્રાલયે કહ્યું, “પ્રસ્તાવિત ભારત-ઇઝરાયલ મુક્ત વેપાર કરાર (FTA) પર પ્રગતિની પણ સમીક્ષા થઈ શકે છે.” ભારત અને ઇઝરાયલ મે 2010થી આ કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આઠ રાઉન્ડની વાટાઘાટો થઈ છે.

બંને દેશો ઓક્ટોબર 2021માં વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા હતા. 2024-25 નાણાકીય વર્ષ દરમિયાન, ભારતની તે દેશમાં નિકાસ 2023-24માં 4.52 અબજ ડોલરથી 52 ટકા ઘટીને 2.14 અબજ ડોલરની થઈ ગઈ હતી, અને આયાત પણ 26.2 ટકા ઘટીને 1.48 અબજ ડોલર થઈ ગઈ હતી.

ભારત એક મુખ્ય ભાગીદાર છે

ભારત એશિયામાં ઇઝરાયલનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. દ્વિપક્ષીય વેપારમાં મુખ્યત્વે હીરા, પેટ્રોલિયમ ઉત્પાદનો અને રસાયણોનો સમાવેશ થાય છે, પરંતુ તાજેતરના વર્ષોમાં ઇલેક્ટ્રોનિક મશીનરી અને હાઇ-ટેક ઉત્પાદનો, સંદેશાવ્યવહાર પ્રણાલીઓ અને તબીબી ઉપકરણો જેવા ક્ષેત્રોમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.

ઇઝરાયલમાં થતી મુખ્ય ભારતીય નિકાસમાં મોતી અને કિંમતી પથ્થરો, ઓટોમોટિવ ડીઝલ, રાસાયણિક અને ખનિજ ઉત્પાદનો, મશીનરી અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો, પ્લાસ્ટિક, કાપડ, વસ્ત્રો, બેઝ મેટલ્સ અને પરિવહન ઉપકરણો અને કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

ગોયલ ઇઝરાયલી ઉદ્યોગ પ્રધાન નીર બરકત સાથે પણ વાતચીત કરશે. તેઓ તેમના ઇઝરાયલી સમકક્ષ અને અન્ય ઘણા મંત્રીઓ સાથે મુલાકાત કરે તેવી અપેક્ષા છે. તેઓ કૃષિ, ગંદાપાણીની શુદ્ધિકરણ, સાયબર સુરક્ષા, સ્માર્ટ ગતિશીલતા, માળખાગત સુવિધા અને અન્ય ક્ષેત્રોમાં અગ્રણી ઇઝરાયલી કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓને મળશે અને અગ્રણી ઇઝરાયલી રોકાણકારો સાથે વાતચીત કરશે. બંને દેશોએ સપ્ટેમ્બરમાં દ્વિપક્ષીય રોકાણ કરાર (BIA) પર હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચોઃ ટેરિફ અને મોંઘી આયાતથી ચાલુ ખાતાની ખાધ જીડીપીના 1.7 ટકા વધુ થઇ શકે છે

Back to top button