‘હું ભારતના નાગરિકના રૂપે જન્મ્યો, ન કે અછૂત…’ CJI ગવઈએ કેમ આપ્યું આવું નિવેદન?

લંડન, 6 જૂન, 2025: CJI B.R Gavai: ચીફ જસ્ટિસ બી.આર ગવઈએ લંડનના ઐતિહાસિક ‘ગેઝ ઇન’માં ગુરૂવારે (5 જૂન) સાંજે ભારતીય બંધારણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વિશેષ ભાષણ આપ્યું હતું. આ દરિમયાવ તેણે બંઘારણના ઘડવૈયાના રૂપે ડૉ. આંબેડકરના સ્થાયી વારસા પર પ્રકાશ નાંખ્યો. તેમણે કહ્યું કે, હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના પ્રતિનિધિ આજે ભારતના અમુક સર્વોચ્ચ બંધારણીય પદો પર બેઠા છે, જે ડૉ. આંબેડકરની સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુત્વના દ્રષ્ટિકોણના અનુરૂપ છે.
CJIએ કહ્યું કે, ‘આધુનિક ઈતિહાસના સૌથી મહાન કાનૂની નિષ્ણાંતોમાંથી એક (ડૉ. આંબેડકર)ના વારસા પર વિચાર કરવો મારા માટે અવિશ્વસવીય રૂપે ભાવનાત્મક ક્ષણ છે. મારી કારકિર્દીમાં તેમની ઊંડી અસર રહી છે. આંબેડકર જે પ્રકારે હાંસિયા પર રહેલા દલિત સામાજિક બેકગ્રાઉન્ડવાળા વિવિધ પ્રતિનિધિઓ આજે દેશના સર્વોચ્ચ બંધારણીય પદો પર બેઠા છે, જે બાબાસાહેબના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે.’
હું ભારતીય તરીકે જન્મ્યો
જસ્ટિસ ગવઈએ આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, ‘હું 1960માં જન્મ્યો હતો. ડૉ. આંબેડકર આપણને છોડીને ગયા તેના ચાર વર્ષ બાદ. હું ભારતના નાગરિક રૂપે જન્મ્યો, ન કે અછૂત રૂપે. મારા ઘરમાં ડૉ. આંબેડકરની ઉપસ્થિતિનો હંમેશા અનુભવ થતો. નાની ઉંમરથી જ મને તેમની હિંમત, બુદ્ધિમત્તા અને સમાનતા સાથે જોડાયેલી કહાણીઓ સંભળાવતા હતા. આ કહાણીઓ મારા મૂલ્ય, દ્રષ્ટિકોણ અને હેતુનો ભાગ બની ગયા. ડૉ. આંબેડકરનો એક એવા સમાજનો દ્રષ્ટિકોણ હતો, જ્યાં દરેક નાગરિકને બંધારણીય લાભ મળે. આ ન્યાયપાલિકા, ધારાસભા અને કાર્યકારી કાર્યવાહીઓથી ધીમે-ધીમે સાકાર થયું. આ ગર્વની વાત છે કે, છેલ્લાં 75 વર્ષમાં 2 મહિલા રાષ્ટ્રપતિ ભારતને મળ્યા. આજે આપણી પાસે એવા મહિલા રાષ્ટ્રપતિ છે, જે સૌથી હાંસિયામાં ધકેલાયેલા આદિવાસી સમાજમાંથી આવે છે.’
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં ફરી થશે લોકતંત્રનો ઉદય, રાષ્ટ્રીય ચૂંટણીની તારીખ થઈ જાહેર
આ પણ વાંચોઃ ઈરાન ફરી ઈઝરાયલ પર કરશે હુમલો? ચીન સાથે 800 બેલિસ્ટિક મિસાઇલ પર કરી ડીલ











