ચીકુ ફેસ્ટિવલ : ચીકુમાંથી બનાવેલી 40થી વધુ વાનગીઓ, તમે પણ જાણીલો અવનવી વેરાયટી
મહાશિવરાત્રીના અવસર પર વલસાડમાં બે દિવસીય ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈ કાલથી શરુ કરવામાં આવેલ આ ચીકુ ફેસ્ટિવલ આજે પણ ચાલુ છે. આ ફેસ્ટિવલમાં ચીકૂમાંથી બનતી અવનવી વાગીઓ રજૂ કરવામાં આવી રહી છે. જેનો સ્વાદ માણવા માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્વાદ રસિયાઓ ઉમટી રહ્યા છે.
બોરડીમાં બે દિવસીય ચીકુ ફેસ્ટિવલનું આયોજન
વલસાડ જિલ્લામાં આવેલ ઉમરગામ અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા બોરડીમાં બે દિવસીય ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચીકુ ફેસ્ટીવલ ગઈ કાલથી શરુ થયો છે. આ ચીકુ ફેસ્ટિવલમાં આ વિસ્તારમાં ચીકુ પકવતા ખેડૂતો ભાગ લે છે. જેઓ ચીકુમાંથી અવનવી વાનગીઓ બનાવીને રજૂ કરે છે.
વિવિધ પ્રકારની 40થી વધુ વાનગીઓ રજૂ કરાઈ
આ ચીકુ કુ ફેસ્ટીવલમાં ચીકુનું અથાણું, ચીકુની ચોકલેટ, ચીકુની મીઠાઈ સહિત 40થી વધુ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. ચીકુમાંથી બનતી અવનવી વાનગીનો સ્વાદ માણવા ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા છે.
બોરડીના ચીકુને મળ્યો છે GI ટેગ
વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રના બોરડી પંથકમાં મોટાપાયે ચીકુની વાડીઓ આવેલી છે. બોરડી વિસ્તારમાં રોજના 300 ટન ચીકુનું ઉત્પાદન થાય છે. બોરડી તેના ચીકુ માટે ખૂબ વખણાય છે. અને અહીના ચીકુને GI ટેગ પણ મળેલો છે.
આ પણ વાંચો : પ્રસારકોએ કેબલ ઓપરેટરોને સિગ્નલ આપવાનું કર્યું બંધ, જાણો શું છે કારણ