ગુજરાતટોપ ન્યૂઝ

50 વર્ષમાં પહેલી વાર ફેબ્રુઆરી મહિનામાં જ હિટવેવની આગાહી

  • રાજ્યમાં આગામી બે દિવસ હીટવેવની આગાહી
  • આ શહેરોમાં તાપમાનનો પારો જશે 40ને પાર
  • ફેબ્રુઆરીમાં જ ગરમી માટે યલો એલર્ટ જાહેર કરાયું

ઉનાળાની શરૂઆત પહેલા ગરમીએ રેકોર્ડ તોડી નાંખ્યો છે. પહેલીવાર ફેબ્રુઆરીમાં જ ગરમી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. માટે આગામી દિવસોમાં આગ ઝરતી ગરમી માટે તૈયાર રહેવું પડશે.

ગુજરાતમાં હાલ તો બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે . જેમાં દિવસ દરમિયાન ગરમી અને સવારે હળવી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. પરંતુ ગરમી દિવસેને દિવસે વધી રહી છે. ગરમીએ છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદનાં ગુજરાતનાં મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કરી ગયો છે. જેના કારણે ફેબ્રુઆરી મહિનાથી જ લોકો ગરમીથી તોબા પોકારી ગયા છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆત પહેલા ગરમીએ રેકોર્ડ તોડી નાંખ્યો છે. ફેબ્રુઆરીમાં પહેલીવાર ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેથી આગ ઝરતી ગરમી માટે તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો : આજે વર્ષની પહેલી સોમવતી અમાસઃ જાણો તેનું મહત્ત્વ અને શુભ મુહુર્ત

અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં રવિવારે 0.5 ડિગ્રી અને સામાન્ય કરતાં 7.4 ડિગ્રી વધીને 38.2 ડિગ્રીએ પહોંચ્યુ હતુ. જેના કારણે 50 વર્ષમાં પ્રથમવાર ફેબ્રુઆરી મહિનાનું સૌથી વધુ તાપમાન જોવા મળ્યુ હતુ. શહેરમાં સવારે 8.30 કલાકે ભેજનું પ્રમાણ 69 ટકા નોંધાયું હતું પણ ગરમ પવનોની અસરથી બપોર પછી ગરમીનો પારો વધતાં ભેજનું પ્રમાણ સાંજે 5.30 કલાકે ઘટીને 22 ટકા થઈ ગયુ હતું.

હિટવેવની આગાહી - Humdekhengenews

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હિટવેવની શક્યતા છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં મધ્ય અને લોઅર લેવલ પર એન્ટિ સાયક્લોનિક સરક્યુલેશન રચાયું હતું. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાયા છે. 24 કલાક તાપમાન યથાવત રહેશે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી આસપાસ રહેશે. 24 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : જેએનયુ ફરી એકવાર વિવાદોમાં, શિવાજી મહારાજ મુદે ABVP અને છાત્ર સંધ વચ્ચે ઘર્ષણ

રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવ રહેશે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવાની શક્યતા રહેલી છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા છે. જોકે, 24 કલાક બાદ 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. અમદાવાદ અને ડીસાનું મહત્તમ તાપમાન 38 ડીગ્રી રહે તેવું અનુમાન છે તો ભુજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડીગ્રી રહેવાની શક્યતાઓ છે.

હિટવેવની આગાહી - Humdekhengenews

સામાન્ય રીતે શિયાળામાં કોલ્ડવેવની આગાહી આવતી હોય છે અને ફેબ્રુઆરી મહિનામાં તાપમાન નીંચુ રહેતુ હોવાના કારણે ઠંડીનો અહેસાસ થતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે તો 50 વર્ષમાં પહેલી વાર ફેબ્રુઆરી મહિનામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષે શિયાળામાં લઘુતમ તાપમાનો રેકોડ બન્યો છે. હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, મહત્તમ તાપમાનને પણ રેકોર્ડ બનાવ્યો છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ઉત્તર ચડાવ જોવા મળ્યા છે. બે દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થશે.

Back to top button