ટોપ ન્યૂઝનેશનલ

મહાશિવરાત્રીના પર્વ પર મહાકાલની નગરી ઉજ્જૈને અયોધ્યાનો રેકોર્ડ તોડ્યો

Text To Speech

દેશમાં રંગેચંગે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થઈ છે. ત્યારે મહાકાલની નગરી ઉજ્જૈનમાં એક નવો જ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રીના દિવસે ઉજ્જૈનના શિપ્રા ઘાટ પર 18.82 લાખ દિવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ સાથે અયોધ્યામાં દિવા પ્રગટાવવાનો રેકોર્ડ પણ તોડી નાખવામાં આવ્યો છે.

Ujjain Mahasivratri Hum Dekhenge News 01

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની હાજરીમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો તેનું સર્ટિફિકેટ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ઉજ્જૈનના મેયર દ્વારા લેવામાં આવ્યું હતું. ઉજ્જૈનમાં ગત વર્ષની વાત કરીએ તો, શિપ્રા નદી કિનારે 1 માર્ચ 2022 ના રોજ એક સાથે 11.71 લાખ દિવા પ્રગટાવવામાં આવ્યા હતા. અને રેકોર્ડ બનનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : મહાશિવરાત્રિ પર આ સમયે કરો શિવલિંગ પર અભિષેક, તમામ મનોકામનાઓ પૂર્ણ થશે !

ઉજ્જૈનમાં 18.82 લાખ દીવાઓ પ્રગટાવાયા

ઉજ્જૈનમાં આજે એક વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં 18.82 લાખ દિવા પ્રગટાવવામાં આવ્યા હતા. ઉજ્જૈનના શિપ્રા ઘાટ પર આ આયોજન કરવામાં આવ્યું હતું.મહત્વની વાત છે કે આ પહેલા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવા પ્રગટાવવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. જેમાં 15 લાખ 76 હજાર દિવા પ્રગટાવવામાં આવ્યા હતા.

આ ભવ્યાતિભવ્ય ઊજવણીને પગલે કેદારેશ્વર ઘાટ, સુનહરી ઘાટ, દત્ત અખાડા ઘાટ, રામઘાટ અને ભુખી માતાના ઘાટ સુધી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. તો બીજી બાજુ આ અલૌકિક અને મનોહર દૃશ્યને લઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની પાંચ સભ્યોની ટીમ પણ અહીં હાજર હતી. પાંચ ડ્રોન વડે મોનિટરિંગ કર્યું હતું. આ વેળાએ આતશબાજી પણ કરવામાં આવી હતી.

Ujjain Mahasivratri Hum Dekhenge News 023

આ પણ વાંચો : વડોદરા : વિશ્વમાં પ્રથમ ખુલ્લા આકાશ નીચે તૈયાર કરવામાં આવેલી સુવર્ણજડિત શિવજીની પ્રતિમા

Back to top button