ઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમીડિયા

CBSE બોર્ડના ધોરણ 10ના પરિણામો જાહેર, 93.66 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

નવી દિલ્હી, 13 મે 2025 : CBSE બોર્ડ ધોરણ 10 ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની રાહ આજે પૂરી થઈ ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજે એટલે કે 13 મેના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષાના પરિણામોમાં કુલ 93.66 ટકા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. વર્ષ 2025 માં બોર્ડ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનું એકંદર પ્રદર્શન સારું રહ્યું. છોકરીઓ, વિદેશી શાળાઓ અને ખાસ જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓએ ખાસ કરીને ઉત્તમ પરિણામો દર્શાવ્યા છે. તેમજ જવાહર નવોદય અને કેન્દ્રીય વિદ્યાલયોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ www.cbse.gov.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે.

પરિણામ અહીં જુઓ

  • સત્તાવાર વેબસાઇટ: [https://results.digilocker.gov.in/](https://results.digilocker.gov.in/)
  • આંતરરાષ્ટ્રીય શાળાઓના વિદ્યાર્થીઓ: [https://nad-support.digilocker.gov.in/](https://nad-support.digilocker.gov.in/) પર ટિકિટ સબમિટ કરી શકે છે.

ચેક કેવી રીતે કરશો

  • સૌપ્રથમ વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ www.cbse.gov.in પર જાઓ
  • આ પછી, વિદ્યાર્થીઓએ હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરવું જોઈએ.
  • આ પછી, વિદ્યાર્થીઓએ જરૂરી વિગતો દાખલ કરવી જોઈએ.
  • આમ કરવાથી પરિણામ તમને દેખાશે.
  • હવે વિદ્યાર્થીઓ તેમના પરિણામો ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.
    છેલ્લે, વિદ્યાર્થીઓએ પ્રિન્ટઆઉટ લેવું હોય તો લઈ શકે છે

છોકરીઓએ બાજી મારી
આ પરીક્ષામાં, છોકરીઓએ છોકરાઓ કરતાં 2.37% સારું પ્રદર્શન કર્યું. છોકરીઓની પાસ ટકાવારી 95.00% હતી જ્યારે છોકરાઓની પાસ ટકાવારી 92.63% હતી.

આ પણ વાંચો : બે દિવસ પહેલા ડ્યૂટી પર પાછો ફર્યો હતો જવાન, આજે પત્નીનું મૃત્યુ થયું

Back to top button