ગુજરાતટ્રેન્ડિંગનેશનલ

ગુજરાત સહિત દેશભરમાં બોગસ-ભૂતિયા વકીલોને શોધી કાઢવા અભિયાન શરૂ

  • રાજ્યના વકીલોએ વેરિફિકેશન ફોર્મ ભરવું ફરજિયાત
  • 53 હજારથી વધુ વકીલોએ હજુ વેરીફિકેશન ફોર્મ ભર્યા જ નથી
  • વેરીફિકેશનની પ્રક્રિયામાં જટિલતાને લઇ વકીલોમાં રોષ

ગુજરાત સહિત દેશભરમાં બોગસ-ભૂતિયા વકીલોને શોધી કાઢવા વેરીફિકેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા ખુદ સુપ્રીમ કોર્ટના વારંવારની ચેતવણીઓ છતાં લગભગ દસ વર્ષ થવા આવ્યા છતાં હજુ ગુજરાત સહિત દેશભરમાં વકીલોના વેરીફિકેશનની પ્રક્રિયા હજુ માંડ 50 ટકાય પૂર્ણ થઇ શકી નથી.

53 હજારથી વધુ વકીલોએ હજુ વેરીફિકેશન ફોર્મ ભર્યા જ નથી

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગુજરાત બાર કાઉન્સિલ સહિત દેશની તમામ બાર કાઉન્સિલોને ફેબ્રુઆરી-2022 સુધીના વકીલોને સંબંધિત દસ્તાવેજો સાથે પ્રેકટીસ વેરફિકેશન ફોર્મ ભરાવી દેવા નિર્દેશો જારી કર્યા છે અને 30 દિવસની મહેતલ આપી છે. પણ વાસ્તવિકતા એ છે કે, ગુજરાતના 53 હજારથી વધુ વકીલોએ હજુ વેરીફિકેશન ફોર્મ ભર્યા જ નથી.

ભૂતિયા વકીલોને શોધવાની વેરીફિકેશનની પ્રક્રિયા હજુ માંડ 50 ટકા પૂરી થઇ

ગુજરાત સહિત દેશભરમાંથી ભૂતિયા વકીલોને વકીલાતના વ્યવસાયમાંથી બાકાત કરવાના ભાગરૂપે ખુદ સુપ્રીમકોર્ટે સમગ્ર દેશમાં વકીલોની વેરીફિકેશનની પ્રક્રિયાને લઇ વર્ષ 2015માં કેટલાક મહત્ત્વના નિર્દેશો જારી કર્યા હતા અને ત્યારથી સમગ્ર દેશમાં વકીલોની વેરીફિકેશનની પ્રક્રિયા જે તે સ્ટેટ બાર કાઉન્સિલના માઘ્યમથી શરૂ કરવામાં આવી હતી.

વેરીફિકેશનની પ્રક્રિયામાં જટિલતાને લઇ વકીલોમાં રોષ

જો કે, આજે લગભગ 10 વર્ષ બાદ પણ વેરીફિકેશનની પ્રક્રિયા પૂરી થઇ નથી. ત્યારે બીસીઆઇના નવા નિર્ણય અનુસંધાનમાં ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા પરિપત્ર અંગે બાર કાઉન્સિલની વેરીફિકેશન કમીટીના સભ્ય અને ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું કે, જુલાઇ-2010 પછી અને તા.28-2-2022 પહેલા નોંધાયેલા વકીલો પૈકી જે 18 હજાર વકીલોએ પોતાના ડેકલેરેશન ફોર્મ અગાઉ ભરેલા હતા, તેઓને પણ હવે નવેસરથી પ્રેકટીસ વેરીફિકેશન ફોર્મ ભરવાના રહેશે. બીસીઆઇના નવા નિર્ણય મુજબ, ગુજરાતના જે 18 હજારથી વધુ વકીલોએ અગાઉ ડેકલેરેશન ફોર્મ જમા કરાવી દીધા હતા, તેમણે પણ હવે બીસીઆઇના નિર્ણય મુજબ, પ્રેકટીસ વેરીફિકેશન ફોર્મ જમા કરાવવા પડશે. વેરીફિકેશનની પ્રક્રિયામાં જટિલતાને લઇ વકીલોમાં પણ રોષ વ્યાપ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી મેટ્રો દોડાવવનો નિર્ણય, જાણો વિગત

Back to top button