આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ભારતના આયાત માર્ગમાં અડચણો નાખીને પોતાને નુકસાન પહોંચાડી રહ્યું છે બાંગ્લાદેશ

નવી દિલ્હી, તા. 21 મે, 2025: ભારતે પોતાના પડોશી દેશ બાંગ્લાદેશ સાથે સંકળાયેલ એક મોટો ફેંસલો લીધો છે. સરકારે બાંગ્લાદેશના લેન્ડ પોર્ટ દ્વારા આયાતને નિયંત્રિત કરવાની ઘોષણા કરી છે. સરકારના ફેંસલા પર સમગ્ર બજારની નજર છે. કારોબાર જગતના જાણકારો માને છે કે ભારતનો આ ફેંસલો પડોશી દેશને ભડકાવવા માટે નથી. બાંગ્લાદેશ દ્વારા ભારતીય ઉત્પાદનો પર લાગેલા પ્રતિબંધોની વચ્ચે સમજી વિચારીને ઉઠાવવામાં આવેલું આ પગલું છે.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનીશિયેટીવ (GTRE)ના અજય શ્રીવાસ્તવના અનુસાર બાંગ્લાદેશી પ્રતિબંધાત્મક વેપાર નીતિઓ માત્ર બન્ને દેશોના વેપારને માઠી અસર કરશે એટલુ જ નહી પરંતુ પોતાના ખુદના આર્થિક હિતોને પણ નુકસાન પહોંચાડી રહ્યુ છે. શ્રીવાસ્તવના અનુસાર ભારતે આ મુદ્દે કાર્યવાહી કરીને પોતાના પ્રારંભિક સંકેતો જારી કર્યા છે, તે સિવાય મોટી કાર્યવાહી કરી નથી.

બાંગ્લાદેશ પોતાને જ નુકસાન પહોંચાડી રહ્યું છે

બાંગ્લાદેશ પોતાને નુકસાન પહોંચાડી રહ્યું છે. તેઓ ભારતને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં, એમ કહેતા શ્રીવાસ્તવે ઉમેર્યું હતુ કે બાંગ્લાદેશ દ્વારા કપાસ અને ચોખા જેવા ભારતીય ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવા અને તેની સરહદો પર નિરીક્ષણ વધારવાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું.

બાંગ્લાદેશ સાથે વેપાર અંગે ભારતના નિર્ણયથી 770 મિલિયન ડોલરથી વધુ મૂલ્યની આયાત પર અસર પડશે. તે બાંગ્લાદેશથી મોકલવામાં આવતા કુલ માલના આશરે 42% જેટલો હિસ્સો ધરાવે છે. ગયા વર્ષે, ફક્ત રેડીમેડ કપડાની આયાત 660 મિલિયન ડોલરની હતી. હવે, તેમને ફક્ત કોલકાતા અને ન્હાવા શેવા બંદરો દ્વારા જ ભારતમાં ઉત્પાદનો મોકલવાની મંજૂરી આપવામાં આવશે, જેનાથી ઉત્તરપૂર્વ તરફના જમીન માર્ગો બંધ થઈ જશે.

શ્રીવાસ્તવે કહ્યુ કે “H&M, ઝારા મોટી બ્રાન્ડઝ છે. તેઓ બાંગ્લાદેશમાં ઉત્પાદનો બનાવે છે અને વિશ્વભરમાં નિકાસ કરે છે. હવે, તેઓ ભારતીય લેન્ડ પોર્ટનો ઉપયોગ કરી શકતા નથી. બધું દરિયાઈ માર્ગે લાવવું પડે છે. જોકે, શ્રીવાસ્તવે કહ્યું કે બાંગ્લાદેશના વધતા જતા પ્રતિકૂળ વેપાર વલણ પાછળ આર્થિક નહીં પણ રાજકીય હેતુઓ છે.

કટ્ટરપંથીઓએ સત્તા સંભાળ્યા પછી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ

“બાંગ્લાદેશ કપડાં ઉપરાંત ચામડા જેવા ક્ષેત્રોમાં વૈવિધ્યીકરણ કરી રહ્યું હતું. પરંતુ ગયા વર્ષે દેશમાં સત્તા પરિવર્તન થયા પછી, કટ્ટરપંથીઓએ સત્તા સંભાળી લીધી છે. તેમણે ભારત સામે કડક વલણ અપનાવ્યું છે. કોઈપણ ઉશ્કેરણી વિના, તેમણે ભારતીય માલ – ચોખા, યાર્ન, એફએમસીજી પણ અવરોધવાનું શરૂ કરી દીધું છે,” એમ તેમણે કહ્યું હતુ.

પાડોશી દેશોના પ્રતિબંધોનો બદલો લેવાને બદલે, ભારતે નરમ સંકેત આપવાનું પસંદ કર્યું છે. કોઈપણ વસ્તુની આયાત બંધ કરવામાં આવી નથી, પરંતુ મુખ્ય શ્રેણીના ઉત્પાદનોને હવે વધુ ખર્ચાળ અને ધીમા દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરવો પડશે. “આ એક ટીઝર છે. અમે તેમનો સામાન બ્લોક કર્યો નથી. અમે ફક્ત એન્ટ્રી પોઇન્ટ બદલ્યો છે,” એમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

બાંગ્લાદેશને આપવામાં આવેલી શૂન્ય ટેરિફ સુવિધાની સમીક્ષા કરવાની જરૂર છે.

શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે બાંગ્લાદેશે તાજેતરમાં ઓછા વિકસિત દેશ (LDC) દરજ્જો ગુમાવ્યો છે જેનો અર્થ એ છે કે તે હવે કોઈપણ દેશમાં ડિફોલ્ટ રૂપે ટેરિફ-મુક્ત પ્રવેશની અપેક્ષા રાખી શકે નહીં. ભારતે તેમને LDC ધોરણો હેઠળ શૂન્ય ટેરિફ સુવિધા આપી હતી. યુરોપ અને અમેરિકાની જેમ હવે તેની સમીક્ષા થવી જોઈએ.

“તેઓ ભારે દબાણ હેઠળ છે. LDC દરજ્જો ગુમાવવાનો અર્થ એ છે કે તેઓ ઍક્સેસ ગુમાવશે, અને તેમની પોતાની નીતિઓ પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહી છે. તેઓ પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છે,” એમ તેમણે કહ્યું હતુ.

આ પણ વાંચોઃ IBC: સરકાર ચોમાસુ સત્રમાં આઇબીસીમાં સુધારા ખરડો લાવી શકે છે, જાણો શુ થઇ શકે છે ફેરફાર

Back to top button