1 ફેબ્રુઆરીના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ-2023-24 રજુ કરવામાં આવ્યું છે ત્યાર બાદ તેના અંગેનું વિશ્લેષણ સામે આવી રહ્યું છે. આ વચ્ચે કેટલાંક છુપાયેલા મુદ્દા પર ગુજરાતના જાણીતા સીએ કેયુર ઠક્કર દ્વારા સામે લાવવામાં આવ્યા છે. જેમાં લોકોને સૌથી સારો લાભ આ બજેટમાંથી મળી શકે છે. જેના અંગે વિશ્લેષણ સામે આવ્યું છે.
આ વિશ્લેષણથી સામાન્ય જનતાથી લઈ MSME ના ઉદ્યોગકારોને લાભ મળી શકે છે.
1. સેલરી ક્લાસ પર્સનને મળેલા લાભની રકમ
આ બજેટની અંદર સરકારે સૌથી મોટો લાભ 7 લાખ સુધીની આવક કરનાર લોકોને આપ્યો છે. તેમાં જો સેલરી પર્સન હશે તો તેમાં 50 હજાર સુધીનું ડિડક્શન અને પ્રોફેશનલ ટેક્સનો લાભ 2400 રૂપિયાનો મળતો હતો, જે સેલેરી કલાસના લોકોને મળશે. જેની સાથે કુલ લાભ રૂ.7,52,400 સુધીનો થશે. જેનાથી સામાન્ય વર્ગ પોતાની પાસે ખર્ચ માટે વધુ રૂપિયા રાખી શકશે. આ લાભ મુખ્યત્વે નવી ટેક્સ સ્કીમમાં જોવા મળશે.
2. લોન પેમેન્ટ કરવામાં લાભ મળશે
કેપિટલ ગેઇનની અંદર સૌથી મોટી રાહત પણ આપી છે. જેના અંગે ક્યાંકને ક્યાંક ધ્યાન દોરવાનું રહી જતું હતું. ઇન્કમ ટેક્સના સેક્શન 24(B)હેઠળ અત્યાર સુધી જો કોઇ હાઉસીંગ પ્રોપર્ટીની આવકમાંથી વ્યાજ (Intrest) બાદ લેતા હતા અને તેનો લાભ કેપીટલ ગેઈનની હેઠળ મળતો ન હતો. પરંતુ હવે જો કરદતા હાઉસીંગ લોનનું વ્યાજ વર્ષે ભરે છે અને તેમાંથી જે મુખ્યત્વે રૂ. 2 લાખ સુધીની જ રાહત મળશે અને બાકીના વ્યાજની રકમ તમારા પ્રોપર્ટીની અંદર ઉમેરાશે. જેથી જ્યારે તમે પ્રોપર્ટીની વેચવા માટે મુકવામાં આવશે તો તેનો લાભ ત્યારે તમને સીધો મળી શકે.
ઉદાહરણથી સમજીએ તો, જો કોઈ વ્યક્તિએ 1 કરોડ રૂપિયાનું મકાન ખરીદે છે અને તેના માટે તમે 80 લાખ રૂપિયાની લોન લીધી હોય અને તેના માટે બેન્કને તમે 6 લાખ રૂપિયાનું વ્યાજ ચુકવો છો, જેમાંથી 2 લાખ રૂપિયા ઇન્કમ ટેક્સમાં બાદ લેતાં હતા અને બાકીના 4 લાખ તમને ક્યાંય બાદ મળતા ન હતાં પરંતુ હવેની નવી બજેટની જોગવાઈ હેઠળ તમે એ 4 લાખ રૂપિયા તમારા મકાની વેલ્યુમાં એડ થશે.
વધુ ડિટેલમાં સમજીએ તો જો તમારી લોન 15 વર્ષની છે તો તમે લોન પર વ્યાજ ભરવાની સાથે મકાનની કિંમત 1 કરોડ 60 રૂપિયા થશે. જેથી જ્યારે મકાન વેચવાનું હોય ત્યારે તેનો કેપિટલ ગેઈન એડ થવાની સાથે જો મકાનની કિંમત 2 કરોડમાં વેચવા કાઢવામાં આવે તો ટેક્સમાં 1 કરોડ 60 લાખ સુધી રાહત મળી શકે છે. જે અગાઉ માત્ર 1 કરોડ જે મકાનની કિંમત હતી તેટલો જ લાભ મળતો હતો. આ ફેરફારથી લાંબાગાળે લોન પેમેન્ટ કરી પોતાનું અન્ય ઘર લેવાની યોજના બનાવતાં મધ્યમ વર્ગના લોકોના માટે સૌથી મોટી રાહત આપનારી છે.
3. MSME માટે સૌથી મોટો લાભ
અત્યાર સુધી ઇન્કમ ટેક્સમાં સેક્શન 43 (B)માં જે બાકી રહેલો ભરવા પાત્ર ટેક્સ અને અન્ય કરોની ચૂકવણી ઇન્કમ ટેક્સના રિટર્નની તારીખ પહેલા ભરવા પાત્ર હતી જે હવે MSME પેમેન્ટની પણ સાથે જ જોગવાઈ કરવામાં આવી છે. જેથી બિલ ઇશ્યુ થવાના દિવસથી 45 દિવસની અંદર પેમેન્ટ કરવાનું રહેશે. જેથી તેનો લાભ સીધો દરેક ખાતેદારને મળી શકશે. દેશમાં હાલ 1 કરોડ 38 લાખથી વધુ MSME રજીસ્ટર્ડ છે અને તેમને કોઈને કોઈ રીતે બિલની ચૂકવણીમાં મોડું થતું હોય તો આ સ્થિતિમાં તેમને પણ 43 (B) થવા સુધીની અંદર લાભ મળી શકશે. MSME ના પૈસા બ્લોક ન થાય અને તેના પૈસા બજારમાં ફરતાં રહે તેના માટે ખૂબ જ આવકારદાયક નિર્ણય ગણી શકાય છે.
જો કોઈ કંપની કે ધંધાકીય સંસ્થા નાણાંકીય વર્ષના અંતે 45 દિવસની અંદર MSME રજીસ્ટર સંસ્થા કે વ્યક્તિને ચુકવણી કરતું નથી તો ખર્ચની રકમ તેને ઇન્કમ ટેક્સ નિયમ મુજબ એ વર્ષે મળવા પાત્ર નથી પણ બીજા વર્ષે બાદ મળશે.
આ પણ વાંચો : બજેટ અંગે ઉભા થયેલા સવાલોના નાણામંત્રીએ આપ્યા જવાબ, જાણો- અદાણી ગ્રુપ વિશે શું કહ્યું
4. LIC નું 5 લાખથી વધુ પ્રિમિયમ પે કરતાં લોકોને લાભ
આ ઉપરાંત જો LIC નું કોઈ પોલીસી હોલ્ડરનો સિંગલ પ્રિમિયમ પોલીસી એટલે કે માત્ર એક પોલીસનું એક વખતનું પ્રિમિયમ જ 5 લાખ રૂપિયા ભરતા હતા તેમના માટે જ્યારે પોલીસી મેચ્યોર થાય ત્યારે તેમને ટેક્સ લાગુ પડશે જે અગાઉ ટેક્સની અંદર માનવામાં આવતો હતો પરંતુ આ લાભ જે લોકો લેતાં હોવાના કારણે સરકારે તેને ટેક્સના દાયરામાં મુકી દીધી છે. જેથી તેના પર ટેક્સ ચુકવવાનો રહેશે.
5. સરચાર્જનું ભારણ ઘટ્યું
5 કરોડથી વધુનો ઇન્કમ ટેક્સની ઉપર સરચાર્જ લાગુ કરવામાં આવતો હતો. જે મહત્તમ ટેક્સ સરચાર્જ તરીકે 37 ટકા લાગતો હતો જે હવે 25 ટકા પર પહોંચ્યો છે. જે અપર મિડલ ક્લાસના લોકોના માટે રાહત દાયક રહેશે.
આ પણ વાંચો : પાલનપુર : એ… આઘા રહેજો… ડ્રાઇવર વગરનું ટ્રેકટર આવે છે…