બ્રેકિંગ: અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલા અવધ આર્કેડમાં લાગી ભીષણ આગ; લોકો ફસાયા હોવાની આશંકા


અમદાવાદ બ્રેકિંગ: અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલા અવધ આર્કેડમાં ભીષણ આગ માર્કેટના ભોયરામાં ભીષણ આગ લાગ્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. આગે વિકરાળ રૂપ ધારણ કરવાના કારણે ધુમાડાના ગોટે ગોટા ચારે બાજુ નિકળતા જોવા મળી રહ્યાં છે. આગ લાગવાના કારણે આ વિસ્તારમાં ચારેબાજુ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આગ પર કંટ્રોલ કરવા માટે ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હોવાથી ખ્યાલ આવી શકે છે આગે કેટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું હશે.
View this post on Instagram
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 11 ગાડીઓ અને અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ પર કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અવધ આર્કેડમાં હોટલ અને ગાડીનો શોરૂમ આવેલો છે. લોકો ફસાયા હોવાની પણ વાત સામે આવી છે. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.
View this post on Instagram