ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

Breaking News: જાપાનમાં જોરદાર ભૂકંપ, લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા

Text To Speech
  • જાપાનમાં આવ્યો 6.4ની તીવ્રતાનો ભૂકંપ
  • લોકો ગભરાઈને ઘરની બહાર ભાગ્યા

જાપાન, 17 એપ્રિલ: દક્ષિણ જાપાનના નાન્યો વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂંકપના વધારે પડતા આંચકાને કારણે ઘરોમાં રહેલા લોકો ગભરાઈને દોડધામ કરી હતી. આ ભૂકંપની તીવ્રતા જાપાનના સિસ્મિક ઇન્ટેન્સિટી સ્કેલ પર 6 માપવામાં આવી હતી, જે એકદમ ખતરનાક માનવામાં આવે છે. આના થોડા કલાકો પહેલા જ તાઈવાનમાં 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

 

હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી નથી

સત્તાવાળાઓએ હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જાહેર કરી નથી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ભૂકંપનું કેન્દ્ર 50 કિલોમીટરની ઊંડાઈએ હતું અને તે જાપાની સમય અનુસાર રાત્રે 11:14 કલાકે આવ્યું હતું. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો: શું દુબઈમાં કૃત્રિમ વરસાદના કારણે સર્જાઈ તારાજી? રેતાળ જમીન પર આટલો અચાનક વરસાદ પડ્યો કેમ?

Back to top button