અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદઃ એસ.જી હાઈવે પર હિટ એન્ડ રન, દંપતીને મોતની ટક્કર

Text To Speech

અમદાવાદના એસ.જી હાઈવે સોલા બ્રિજ પર શનિવારની મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતીનું મોત નિપજ્યું છે. વીજગતિએ આવી રહેલા કારચાલકે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને અડફેટે લેતા બ્રિજ પરથી ફંગોળાઈ દંપતી નીચે પડતા તેમનું મોત નિપજ્યું હતું. જો કે, અકસ્માત બાદ કારચાલક ત્યાં જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ એસ.જી હાઈવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથધરી છે.

લગ્નના માત્ર 2 જ મહિનામાં મોત

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તે મુજબ, મૃતક દંપતી ચાંદખેડા વિસ્તારમાં રહેતું હતું. મૃતક દ્વારકેશ વાણિયા અને તેમની પત્ની જુલી મોડી રાત્રે એક્ટિવા લઈને એસ.જી હાઈવે પર સોલા ભાગવત બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પૂરઝડપે આવી રહેલા કાર ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બ્રિજ પરથી નીચે પટકાતાં પતિ-પત્નીનું મોત નિપજ્યું હતું.

અમદાવાદમાં હિટ એન્ડ રન

2 મહિના અગાઉ થયા હતા લગ્ન
દ્વારકેશ વાણિયા અને જુલીના બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા. રવિવારે તેઓ લગ્નના બે મહિના પૂરા થયાની ખુશીની ઉજવણી કરવા માટે બહાર નીકળ્યા હતા. પોતાના લગ્નજીવનની ખુશીની પળો માણવા નીકળેલા દંપતી માટે રવિવાર ગોજારો સાબિત થયો અને દંપતીનો ઉત્સાહ તેમના મોતના માતમમાં ફેરવાઈ ગયો. દંપતીના અકસ્માતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

અકસ્માત બાદ કારચાલક ફરાર
મોડી રાત્રે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં કારચાલકની શોધખોળ પોલીસ કરી રહી છે. હાલ પોલીસે કારના નંબરના આધારે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે. તેમજ કારચાલક વેજલપુરનો રહેવાસી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Back to top button