આંતરરાષ્ટ્રીય

બિલાવલ ભુટ્ટોની હતાશા ચરમસીમાએ? કહ્યું સિંધુ જળસંધિ માટે જંગ કરીશું!

  • ઓપરેશન સિંદૂરમાં હારવા છતાં દુશ્મન દેશના નેતાઓ સુધરતા નથી

એચડી ન્યૂઝ ડેસ્ક, જુન 2025:  Operation Sindoor, Sindhu Treaty પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીએ હતાશાની સ્થિતિ વચ્ચે ત્યાંની સંસદમાં એમ કહ્યું કે, સિંધુ જળસંધિ માટે અમે જંગ કરીશું. આટલું ઓછું હોય તેમ તેને ભારતની બીજી ત્રણ નદીઓના પાણી પણ છીનવી લેશે તેવી મૂર્ખતાભરી વાત કરી છે.

ભુટ્ટો વિચિત્ર વાતો કરે છે

બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતે સિંધુ કરારને અટકાવી રાખ્યો છે તે ગેરકાનૂની છે. જો આ કરાર પૂરો કરી નાખવામાં આવશે તો પાકિસ્તાન જંગ કરશે. ભારતની બીજી નદીઓના પાણી પણ લેશે તેવી વિચિત્ર વાત કરી હતી.

હારવા છતાં પાક એરફોર્સને મજબૂત માને છે

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની આતંકી મથકો અને અમુક મહત્ત્વના સ્થળોને બચાવી ન શકનારા પાકિસ્તાનના આ નેતાએ તો એમ પણ શેખી મારી કે, જો પાણી માટે જંગ થયો તો અમારી એરફોર્સ એકદમ મજબૂત છે.

આ પણ વાંચો : 37 કલાકના ઇરાન ઉપરના બોમ્બમારાના ઓપરેશનમાં અમેરિકાએ વાપર્યું આધુનિક વિમાન, જાણ કેવી છે તેમાં આધુનિક સુવિધા

આ પણ વાંચો : વિકસિત ભારત @ 2047: નાગરિક જ પ્રથમ પ્રાધાન્ય, જાણો ગુજરાતમાં કયા 10 પહેલુથી થશે વહીવટી સુધારણા  

Back to top button