આંતરરાષ્ટ્રીય

37 કલાકના ઇરાન ઉપરના બોમ્બમારાના ઓપરેશનમાં અમેરિકાએ વાપર્યું આધુનિક વિમાન, જાણ કેવી છે તેમાં આધુનિક સુવિધા

એચડી ન્યૂઝ ડેસ્ક, 23 જુન 2025: Iran Israel War, America ઇરાન ઉપર હુમલો કરીને અમેરિકા વિશ્વભરમાં ચર્ચામાં આવી ગયું છે. ઇરાન પણ વળતા પ્રહાર કરવાની તૈયારીમાં છે ત્યારે જાણીએ કે અમેરિકાએ ઇરાનના પરમાણુ સ્થાનો ઉપર કરેલો હવાઇ હુમલો કયા આધુનિક વિમાનથી કર્યો હતો.

યુએસ એરફોર્સની કરોડરજ્જુ

ઈરાનના ૩ પરમાણુ સ્થળો પર બંકર બસ્ટર બોમ્બ ફેંકીને બી-૨ બોમ્બર વિમાન અમેરિકા પરત પહોંચી ગયું. ૩૭ કલાકના આ ઓપરેશન પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બોમ્બરના પાઇલટ્સની પ્રશંસા કરી છે. નોર્થ્રોપ ગ્રુમેન કંપનીના આ વિમાનને યુએસ એરફોર્સની કરોડરજ્જુ કહેવામાં આવે છે.

તાલિબાનને ભગાડવા માટે આ વિમાનનો ઉપયોગ થયો હતો

યુએસએ ૨૦૦૧માં અફઘાનિસ્તાનમાં તાલિબાનને ભગાડવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. તે સમયે, 5 બી-2 બોમ્બરોએ તાલિબાનના ઠેકાણા પર ભારે બોમ્બમારો કર્યો હતો. બોમ્બરની કિંમત 2 અબજ ડોલર (લગભગ 1734 કરોડ રૂપિયા) છે.

પાયલોટ માટે કયા પ્રકારની ભૌતિક સુવિધા છે?

આ સ્ટીલ્થ બોમ્બરના કોકપીટમાં એક નાનું રેફ્રિજરેટર અને ઓવન લગાવવામાં આવ્યું છે, જેથી પાઇલટ સરળતાથી પોતાનો ખોરાક ગરમ કરી શકે. આ સ્ટીલ્થ બોમ્બરને ઉડાડવા માટે ઓછામાં ઓછા 2 પાઇલટની જરૂર પડે છે. આ જેટમાં સૂવા માટે એક જગ્યા બનાવવામાં આવી છે, જ્યાં પાઇલટ સરળતાથી સૂઈ શકે છે. આ ઉપરાંત, જેટમાં એક ટોઇલેટ પણ બનાવવામાં આવ્યું છે, જેનો ઉપયોગ પાઇલટ્સ દ્વારા કરવામાં આવે છે. આ સ્ટીલ્થ બોમ્બરનું પ્રથમ પરીક્ષણ 1989 માં કરવામાં આવ્યું હતું.

બોમ્બર રડારમાં પણ ગાયબ થઈ જાય

B-2 બોમ્બર 69 ફૂટ લાંબો અને તેની ઊંચાઈ 17 ફૂટ છે. આ બોમ્બરની પાંખોનો ફેલાવો 172 ફૂટ છે. તેની ડિઝાઇન સિલુએટ અને ઉડતી પાંખ વિમાન જેવી છે. આ બોમ્બર રડારમાં પણ ગાયબ થઈ જાય છે અથવા ખૂબ ઓછી દેખાય છે. કંપનીના દાવા મુજબ, આ સ્ટીલ્થ બોમ્બર 50,000 ફૂટથી વધુ ઊંચાઈ સુધી પણ પહોંચી શકે છે. આ જેટ સરળતાથી 20 ટનનો પેલોડ લઈ શકે છે.

આ પણ વાંચો : સુરતમાં વરસાદનો કહેર: 7 ઇંચ વરસાદ ખાબકતા કોઝવે બંધ: વાહન વ્યવહાર ખોરવાયો

આ પણ વાંચો : અમેરિકા આતંકવાદીઓને ખુલ્લેઆમ સમર્થન આપે છે? જાણો ઇરાને યુએનમાં શું કરી મોટી જાહેરાત

Back to top button