ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારના પરિણામોએ ભાજપ માટે નવા રસ્તા ખોલ્યા, ધારે તો નીતીશ કુમાર વિના પણ સરકાર બનાવી શકે છે

બિહાર, 14 નવેમ્બર : બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોએ તમામ એક્ઝિટ પોલ્સને નિષ્ફળ સાબિત કરી દીધા છે. કુલ 11 એક્ઝિટ પોલ આવ્યા હતા, જેમાંથી માત્ર એક પોલ ડાયરીએ જ એનડીએને 184 થી 206 બેઠકો મળવાનું અનુમાન લગાવ્યું હતું.

હવે આંકડો 200 પર પહોંચી ગયો છે ત્યારે આ એક્ઝિટ પોલની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન, સૌથી વધુ ચર્ચા ભાજપના પ્રદર્શનને લઈને છે. ભાજપે કુલ 101 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 91 પર જીત મેળવી છે. આ આંકડા સાથે ભાજપ બિહારમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપે 2010માં આટલી જ બેઠકો મેળવી હતી, પરંતુ ત્યારે જેડીયુ સૌથી મોટી પાર્ટી હતી. આ વખતે સંજોગો જુદા છે.

જેડીયુએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ 79 બેઠકો મેળવીને તે ભાજપથી 12 બેઠક પાછળ છે. આ રીતે, ભાજપની સ્થિતિ એવી બની રહી છે કે તેના માટે જેડીયુ વિના પણ બિહારની સત્તામાં પહોંચવાના રસ્તા ખુલી રહ્યા છે. આ રસ્તો ચિરાગ પાસવાનની લોજપા-આર, જીતનરામ માંઝીની HAM અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોકમોરચાને સાથે લઈને બને છે.

ખરેખર, બિહાર વિધાનસભામાં બહુમતીનો આંકડો 122 છે. હવે એકલા ભાજપ પાસે 91 છે, તો પોતાને પીએમ મોદીના હનુમાન કહેનાર ચિરાગ પાસવાન પાસે પણ 21 બેઠકો છે. બંને મળીને 112 થાય છે. પછી HAMની 5 અને RLMની 4 બેઠકોને મળીને 121નો આંકડો થાય છે. બસપાનો પણ એક ઉમેદવાર જીતતો દેખાઈ રહ્યો છે.

જો બસપાનું સમર્થન મળી જાય તો બહુમતી જ હાંસલ થઈ જશે. એટલું જ નહીં, અન્ય પક્ષોના કેટલાક ધારાસભ્યોને સદનમાંથી ગેરહાજર રખાવીને પણ બહુમતીનો આંકડો મેળવી શકાય છે. જોકે, આ માત્ર એક વિકલ્પ છે અને ભાજપ કદાચ જ આવું કરવા માંગશે. એનું કારણ એ છે કે નીતીશ કુમાર હજુ પણ બિહારમાં એક ફેક્ટર છે. આ ઉપરાંત, જો તેઓ ઈચ્છે તો તેઓ પણ સરકાર બનાવવાની શક્તિ ધરાવે છે. એટલું જ નહીં, આવી સરકારમાં તેઓ કમ્ફર્ટમાં પણ હશે કારણ કે જો તેઓ ભાજપને છોડીને નીકળે તો ઓછી તાકાતવાળી આરજેડી તેમની સાથે હશે.

નીતીશ કુમાર પાસે શું રસ્તા છે, શું કહે છે આંકડા

તેમની બેઠકો સાથે જો આરજેડીની 28, કોંગ્રેસની 5, ઓવૈસીની 5 અને અન્યની 9 બેઠકોને મેળવી લેવામાં આવે તો તેઓ પણ અલગ થઈને સરકાર બનાવી શકે છે. આ રીતે, આ પરિણામ ખૂબ જ રસપ્રદ છે અને આંકડા મજેદાર બની ગયા છે. જોકે, ફરક એ છે કે નીતીશ કુમારને એવા ઘણા પક્ષોને સાધવા પડશે, જે અતિવાદી છે અને નીતીશની ઉદાર વિચારધારા સાથે મેળ ખાતા નથી, જેમ કે અસદુદ્દીન ઓવૈસી.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button