આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

પાકિસ્તાન પર ભયંકર તબાહી તોળાઈ રહી છે, 21 ટકા જળ ખેંચ

નવી દિલ્હી, 3 જૂન, 2025: ભારત પાકિસ્તાન વચ્ચે પહેલગામ હૂમલાને પગલે સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. જેના પગલે ભારતે સિંધુ જળ નીતિ રદ કરી હતી. બીજી બાજુ પાકિસ્તાનમાં અત્યારે જ 21 ટકા જળની ખેંચ છે. પંજાબ અને સિંધ પ્રાંતમાં સિંચાઈનો સંપૂર્ણ આધાર સિંધુ રિવર સિસ્ટમ ઉપર છે. આ સીસ્ટીમ ઝેલમ, ચીનાબ અને સિંધુમાંથી જળ પ્રાપ્ત કરે છે. પાકિસ્તાનની ઇન્ડુસ રિવર સીસ્ટમ ઓથોરિટી (આઈઆરએસએ) માં તાજા આંકડા દર્શાવે છે કે દેશમાં 21 ટકા જળની ખામી છે.

નોંધનીય છે કે પાકિસ્તાનને આતંકવાદે એવો ભરડો લીધો છે જે ખુદ તેના ગળે જ વીંટળાઇ જતા દેશને શ્વાસ લેવાના ફાંફાં પડી રહ્યા છે. ભારતે સિંધુ જળ સંધિનું જળ અટકાવી દીધું તેથી અત્યારે જ દુષ્કાળ સમાન પરિસ્થિતિ પ્રવર્તે છે. આથી પાકિસ્તાને આટલી આડઅસરો થવા સંભવ છે. પાકિસ્તાન ઇન્ડુસ રીવર ઓથોરિટીના તાજા આંકડા દર્શાવે છે કે અત્યારે જ દેશમાં 21 ટકા જળ ઓછું છે. પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં સિંચાઈ સિંધુ રિવર સિસ્ટમ પર આધારિત છે તેથી ખેતી પર સીધી નકારાત્મક અસર પડવા સંભવ છે. સિંધુ રિવર સિસ્ટમમાં ઝેલમ અને ચિનાબ અહમ છે.

બે મુખ્ય સરોવરોમાં પાણી ઉતરી ગયાં છે. ઝેલમ ઉપરનો મંગલા ડેમ અને સિંધુ ઉપરનો તરબેલા ડેમ સમાવિષ્ટ છે. સિંચાઈ ન મળતાં ખરિફ ફસલ માટે લગભગ પાણી જ નથી. મોટા ડેમમાં જળ સ્તર નીચે ગયા છે.

આમ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનને આ બહુ મોટો ફટકો પડી રહ્યો છે. આમ તેની તબાહીના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ સિંહ રાશિમાં મંગળનો પ્રવેશ, આ રાશિઓને આપશે શુભ ફળ, શરૂ થશે સારા દિવસો

Back to top button