મહિનાના પહેલા દિવસે જ રાહતના સમાચાર, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો નવો ભાવ
મહિનાના પહેલા દિવસે જ રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે ત્યારે આજે મહિનાના પહેલા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને તેની વેબસાઈટ પર નવી કિંમતો અપડેટ કરી છે.
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા
મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ સરકારી તેલ કંપનીઓએ 1 ઓગસ્ટના રોજ ઘરેલુ ગેસ અને કોમર્શિયલ ઉપયોગના સિલિન્ડરના ભાવ અપડેટ કર્યા છે. આ ફેરફાર મુજબ આ વખતે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.
દેશના વિવિધ શહેરોમાં ભાવ
તાજેતરમાં થયેલા આ ફેરફારને કારણે દેશની રાજધાની નવી દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત ઘટીને 1680 રૂપિયા થઈ ગઈ છે.કોલકાતામાં LPG 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં 93 રૂપિયાનો ઘટાડો થયો છે આ ઘટાડા સાથે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1802.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે મુંબઈમાં તેની કિમત 1640.50 રૂપિયા થઈ ગઈ છે. તેમજ ચેન્નાઈમાં એલપીજી 19 કિલોના સિલિન્ડરની કિંમત 1852.50 રૂપિયા થઈ ગઈ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં 128 તાલુકામાં મેઘમહેર, જાણો કયા થયો સૌથી વધુ વરસાદ
ઘરેલુ એલપીજી સિલિન્ડર પર કોઈ રાહત નહીં
પ્રાપ્ત વિગતો મુજબ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા છે. પરંતુ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એલપીજી સિલિન્ડરના ભાવ આજથી (1 ઓગસ્ટ 2023)થી અમલમાં આવ્યા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર: થાણેમાં ગર્ડર લોન્ચિંગ મશીન 100 ફૂટની ઊંચાઈથી પડતા અનેક મજૂરો દડાયા, મૃત્યુઆંક 17 પર પહોંચ્યોં